આતંકના આકા બગદાદીના મોત પર વધ્યું સસ્પેન્સ, ટ્રમ્પના ટ્વીટથી ખળભળાટ

27 October, 2019 11:39 AM IST  |  વૉશિંગ્ટન

આતંકના આકા બગદાદીના મોત પર વધ્યું સસ્પેન્સ, ટ્રમ્પના ટ્વીટથી ખળભળાટ

શું માર્યો ગયો બગદાદી?

આતંકનો પર્યાય કહેવાતા અબુ બકર અલ બગદાદી જીવતો છે કે નથી તેને લઈને સસ્પેન્સ છે. જો કે, એ વાત સ્પષ્ટ થઈ ચુકી છે કે આ વખતે અમેરિકાએ મોટા પાયે બગદાદીની સામે ઑપરેશન ચલાવ્યું છે. સમાચાર એજન્સી એએફપીએ અમેરિકાના મીડિયાના હવાલાથી એ સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકાએ કરેલી સ્ટ્રાઈકમાં બગદાદી માર્યો ગયો છે. જો કે, હજી અંતિમ પુષ્ટિ નથી થઈ.


મોટી વાત એ પણ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું છે કે કાંઈક ખૂબ જ મોટું થયું છે. ત્યાં જ, ટ્રમ્પના ટ્વીટથી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. આ દરમિયાન દુનિયાભરમાં બગદાદીના માર્યા જવાની ખબરની ચર્ચા છે.

સમાચાર એજન્સી એએનઆઈએ પણ રૉયટર્સના હવાલાથી જણાવ્યું છે કે અમેરિકાએ ISIS આતંકી સંગઠના મુખિયા અબૂ બકર અલ બગદાદી સામે ઑપરેશન ચલાવ્યું છે. તો એવા પણ અહેવાલો આવી રહ્યા છે કે અમેરિકાની સેનાએ બગદાદીને મારી નાખ્યો છે. સમાચારના રિપોર્ટો અનુસાર શિવારે ઉચ્ચર પશ્ચિમી સીરિયામાં એક રેડ કરવામાં આવે, જેમાં અમેરિકાની સેનાએ ISISના પ્રમુખ અબુ બકર અલ બગદાદીને નિશાન બનાવ્યો. CNNએ એક વરિષ્ઠ અમેરિકાના રક્ષા અધિકારી અને એક સૂચિત સૂત્રના હવાલાથી જણાવ્યું છે કે આ ઘટના શનિવારે થઈ હતી.

આ પહેલા પણ આવી ચુક્યા છે સમાચાર
સપ્ટેમ્બર 2014માં પહેલી વાર હવાઈ હુમલામાં બગદાદીના માર્યા જવાના સમાચારો આવ્યા હતા, પરંતુ તે અફવા હતી. જે બાદ 2015માં ફરી એકવા બગદાદીના મોતની ખબર આવી, જે ખોટી નીકળી. જે બાદ 2016, 2017માં પણ બગદાદીના મોતની અપવા આવતી રહી. જો કે શ્રીલંકામાં ઈસ્ટર સન્ડેના દિવસે થયેલા હુમલાની જવાબદારી લેતો બગદાદીનો વીડિયો સામે આવ્યો હતો, જેનાથી ખબર પડી હતી કે બગદાદી હજુ પણ જીવતો છે.

donald trump isis