કોરોના આગામી વર્ષની ગરમી સુધી રહેશે: અમેરિકન ડિફેન્સ વિભાગ

22 May, 2020 04:48 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

કોરોના આગામી વર્ષની ગરમી સુધી રહેશે: અમેરિકન ડિફેન્સ વિભાગ

પ્રતિકાત્મક તસવીર

કોરોના સંક્રમણને લઈને એક ચિંતાજનક સમાચાર મળ્યા છે. અમેરિકન રક્ષા વિભાગ પેન્ટાગૉનના લીક થયેલા ડૉક્યુમેન્ટમાં ખુલાસો થયો છે કે કોરોના આગામી વર્ષની ગરમી સુધી રહેશે. બીજી એક ચિંતાની વાત છે કે એ સમય સુધી કોરોનાની વૅક્સિન પણ તૈયાર નહીં થઈ શકે.

આ દસ્તાવેજોમાં એ પણ ચેતાવણી આપવામાં આવી છે કે આગામી મહિનાઓમાં કોરોનાનો કૅર વધી શકે છે. ટેસ્ટિંગને લઈને પણ દસ્તાવેજમાં ગંભીર વાત કહેવામાં આવી છે. એ પ્રમાણે ટેસ્ટિંગમાં પણ આ વાતની પુષ્ટિ ૧૦૦ ટકા નથી કરી શકાતી કે કોરોના વાઇરસ નથી.

અમેરિકન રક્ષા મંત્રાલયની ઑફિસ પેન્ટાગૉન સાથે જોડાયેલા આ દસ્તાવેજો પર કોઈના હસ્તાક્ષર નથી. એવું કહેવાઈ રહ્યું છે કે આ દસ્તાવેજો રક્ષા સચિવ માર્ક ઇસ્પર માટે હૉમલૅન્ડ ડિફેન્સ ઍન્ડ ગ્લૉબલ સિક્યૉરિટીના સહાયક સચિવ ઑફ ડિફેન્સ કેનેથ રપુઆનોએ તૈયાર કર્યા છે, પણ મેમોની અધિકારીક રીતે પુષ્ટિ નથી થઈ.

coronavirus covid19 united states of america