અમેરિકી કપલ શૉપિંગ મૉલમાં જાહેરમાં સેક્સ માણતાં પકડાયું

03 August, 2012 05:42 AM IST  | 

અમેરિકી કપલ શૉપિંગ મૉલમાં જાહેરમાં સેક્સ માણતાં પકડાયું

આ ઘટના કૅન્સસ સ્ટેટની રેનો કાઉન્ટીમાં બની હતી. ૨૨ વર્ષનો જુલિયન અને તેની ૩૫ વર્ષની ગર્લફ્રેન્ડ ટીનાએ એક જેલી ટ્યુંબની ચોરી કર્યા બાદ એનો જ ઉપયોગ કરીને સેક્સ માણવાનું શરૂ કરી દીધું હતું. તેમની આ હરકત જોઈને મૉલના કર્મચારીઓ તથા અન્ય ગ્રાહકો ચોંકી ગયા હતા.

 

બાદમાં તેમણે આ વિશે પોલીસને જાણ કરતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. પછી એવી પણ ખબર પડી હતી કે આ કપલે મૉલમાંથી બીજી અનેક ચીજોની પણ ઉઠાંતરી કરી હતી. જુલિયન અને ટીના સામે ચોરી, જાહેરમાં અભદ્ર વ્યવહાર જેવા ગુના નોંધવામાં આવ્યા હતા. વૉલમાર્ટના કર્મચારીઓએ કહ્યું હતું કે આ પહેલાં ક્યારેય આવી ઘટના બની નહોતી.