US-China Trade war: અમેરિકાએ ચીન પર લગાવ્યો વાતચીતથી પાછળ હટવાનો આરોપ

08 May, 2019 01:58 PM IST  |  મુંબઈ(બિઝનેસ ડેસ્ક)

US-China Trade war: અમેરિકાએ ચીન પર લગાવ્યો વાતચીતથી પાછળ હટવાનો આરોપ

અમેરિકાએ ચીન પર લગાવ્યો વાતચીતથી પાછળ હટવાનો આરોપ

અમેરિકાના તંત્રએ આરોપ લગાવ્યો છે કે ચીન વેપાર સંબંધિત મુદ્દાઓ પર પોતાની પ્રતિબદ્ધતાઓથી પાછળ હટી રહ્યું છે. તેમનું એવું પણ કહેવું છે કે અમેરિકા ચીનથી આયાત થનારા 200 અરબ ડૉલરના ઉત્પાદનો પર શુક્રવારથી ટેક્સ વધારવાની યોજના પર પગલા લઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે રવિવારે ટ્વિટ્ટર પર લખ્યું હતું કે ચીન સાથેના વેપારમાં અમેરિકાના વર્ષે 500 અરબ ડૉલરનું નુકસાન થઈ રહ્યું છે અને તેઓ આને આગળ નહીં વધારે.

ચીનથી આયાત થતા સામાન પર લાગશે ટેક્સ
ટ્રંપે કહ્યું હતું કે શુક્રવારથી 10 ટકા ટેક્સને વધારીને 25 ટકા કરી દેવામાં આવશે. ચીનથી અમને મોકલવામાં આવતા 325 અરબ ડૉલરના સામાન પર કોઈ ટેક્સ નથી લાગતો, પણ જલ્દી જ તેના પર 25 ટકાના દરથી ટેક્સ લગાવવામાં આવશે. અમેરિકાને આપવામાં આવી રહેલા ટેક્સની ઉત્પાદનોની કિંમત પર નગણ્ય અસર પડી છે, કારણ કે તે ચીનની સરકાર આપી રહી છે.


યૂએસ-ચીન વચ્ચે ચાલે છે ટ્રેડવૉર

ટ્રંપે આ વાત એવા સમયે કહી છે જ્યારે બંને દેશોમાં લાંબા સમયથી ચાલી રહેલા વ્યાપાર યુદ્ધને ખતમ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ મામલે આ અઠવાડિયે વાતચીત પણ થવા જઈ રહી છે. જેની અસર દુનિયાની અર્થવ્યવસ્થા પર પડી રહી છે.

આ પણ વાંચોઃ ડોનલ્ડ ટ્રમ્પની ચાઇનીઝ ગુડ્ઝ પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાથી સોનું સુધર્યું

અમેરિકાના વેપારના પ્રતિનિધિ રૉબર્ટ લાઈટહાઈટઝરે સોમવારે સંવાદદાતાઓને કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી અમે અનુભવ કર્યું છે કે ચીનની વેપાર યુદ્ધ ખતમ કરવાની પ્રતિબદ્ધતા ઓછી થઈ છે. ચીનથી આયાત થતા 200 અરબ ડૉલરના સામાન પર ટેક્સ 10 ટકાથી વધારીને 25 ટકા કરવામાં આવશે.

united states of america china