ભારતીય ક્રૂ-મેમ્બરોવાળી શિપની ટક્કરથી અમેરિકાના બાલ્ટિમોર શહેરમાં બ્રિજ તૂટી પડ્યો

27 March, 2024 08:45 AM IST  |  United states of america | Gujarati Mid-day Correspondent

મૅરિલૅન્ડ રાજ્યના ગવર્નરે જણાવ્યું હતું કે ‘ટકરાતાં પહેલાં શિપમાં પાવરને લગતી સમસ્યા ઊભી થઈ હતી.

ફ્રાન્સિસ સ્કૉટ કી બ્રિજ

અમેરિકાના બાલ્ટિમોર શહેરમાં પતાપ્સ્કો નદી પર બાંધવામાં આવેલા ફ્રાન્સિસ સ્કૉટ કી બ્રિજના પિલર સાથે એક કન્ટેનર શિપ ટકરાતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને આખો બ્રિજ પત્તાંના મહેલની જેમ તૂટી પડ્યો હતો. મધરાતે દોઢ વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી અને નજરે જોનારાઓએ કહ્યું હતું કે ટક્કર વખતે શિપમાં લાઇટો બંધ હતી. આ કન્ટેનર શિપનું સંચાલન બાવીસ ભારતીય ક્રૂ મેમ્બરોના હાથમાં હતું, તેઓ સલામત હોવાની જાણકારી મળી છે. આ દુર્ઘટના સર્જાઈ ત્યારે બ્રિજ પરથી કેટલીક કાર અને ૨૦ જેટલા લોકો નદીમાં પડી ગયાંની આશંકા છે.
દલી નામનું ૩૦૦ મીટર લાંબું આ શિપ શિપિંગ કંપની મર્સ્કે સિંગાપોરથી ભાડે લીધું હતું. રાત્રે દોઢ વાગ્યાના સમયે આ શિપ બ્રિજના એક પિલર સાથે ટકરાયું હતું અને થોડી જ ક્ષણોમાં આખો બ્રિજ તૂટી પડ્યો હતો. મૅરિલૅન્ડ રાજ્યના ગવર્નરે જણાવ્યું હતું કે ‘ટકરાતાં પહેલાં શિપમાં પાવરને લગતી સમસ્યા ઊભી થઈ હતી. શિપના ક્રૂ મેમ્બરોએ અમને એની જાણ કરી હતી.’

international news united states of america