અમેરિકાના ટેક્સાસમાં ખાનગી પ્લેન ક્રેશ, 10 લોકોનાં મોત

01 July, 2019 10:01 AM IST  |  ટેક્સાસ

અમેરિકાના ટેક્સાસમાં ખાનગી પ્લેન ક્રેશ, 10 લોકોનાં મોત

ટેક્સાસમાં પ્લેન થયું ક્રેશ

અમેરિકાના ટેક્સાસમાં દુઃખદ ઘટના બની છે. આ અકસ્માત રવિવારે ટેક્સાસના એડિસન મ્યૂનિસિપલ એરપોર્ટ પર એ સમયે થઈ જ્યારે પ્લેન ટેક ઑફ કરી રહ્યું હતું. બિચ ક્રાફ્ટ કિંગ એર નામનું આ વિમાન અચાનક હેંગરમાં ઘુસી ગયું, જેનાથી તેમાં આગ લાગી ગઈ.

આધિકારીક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ડલાસ કાઉંટી મેડિકલ એક્ઝામિનરે 10 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ અકસ્માત કઈ ટેક્નિકલ ખામીઓના કારણે થયો તેના વિશે હજુ સુધી જાણકારી સામે નથી આવી. સીએનએનના પ્રમાણે આ ઘટના સમયે હેંગરમાં કોઈ હાજર નહોતું, નહીં તો મૃતકોની સંખ્યામાં વધારો થયો હોત. વિમાન અકસ્માતની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ જીવનની શોધમાં મળ્યું મોત: દરિયાકિનારે પિતા-પુત્રીના મૃતદેહ મળી આવ્યા

આ પહેલા હવાઈમાં એક પ્લેન ક્રેશ થઈ ગયું હતું જેમાં નવ લોકોના મોત થઈ ગયા હતા. બે એન્જિન વાળા કિંગ એરનું આ પ્લન ડિલિંઘમ એરફિલ્ડની નજીક ક્રેશ થયું હતું. ગયા 10 માર્ચની સવારે ઈથોપિયામાં ઈથોપિયન એરલાઈન્સનું  બોઈંગ 737 મેક્સ-8 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. જેમાં ચાર ભારતીયો સહિત 157 લોકોના મોત થઈ ગયા હતા. આ દુર્ઘટના વિમાને ઉડાન ભર્યાના 6 મિનિટ બાદ થઈ હતી.

united states of america