સીરમ અને યુનિસેફ વચ્ચે થયા કોરોના વૅક્સિન માટે લાંબા ગાળાના કરાર

05 February, 2021 10:35 AM IST  |  United Natio | Agency

સીરમ અને યુનિસેફ વચ્ચે થયા કોરોના વૅક્સિન માટે લાંબા ગાળાના કરાર

પ્રતીકાત્મક તસવીર

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને યુનિસેફે એસ્ટ્રાઝેનેકા/ઑક્સફર્ડ અને નોવાવૅક્સ વૅક્સિન માટે લાંબા ગાળાના કરાર કર્યા છે. યુનિસેફના જણાવ્યાનુસાર એ લગભગ ૧૦૦ દેશોમાં ૧.૧ અબજ જેટલા ડોઝ પહોંચાડશે. ભારત વિશ્વના સૌથી મોટા દવા ઉત્પાદકોમાંથી એક છે અને વધુ ને વધુ દેશો કોરોના વાઇરસ વૅક્સિન મેળવવા માટે એનો સંપર્ક કરી રહ્યા છે. ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશીલ્ડનું ઉત્પાદન પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવે છે, જ્યારે કે નોવાવૅક્સનું ઉત્પાદન અમેરિકાસ્થિત નોવાવૅક્સ ઇન્ક. દ્વારા કરવામાં આવે છે.

એસ્ટ્રાઝેનેકા અને નોવાવૅક્સ પાસેથી ટેક્નૉલૉજી ટ્રાન્સફર દ્વારા બે વૅક્સિન ઉત્પાદનો મેળવવા માટેના લાંબા ગાળાના પુરવઠાના કરાર કરાયાની જાહેરાત કરતાં યુનિસેફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હેરિટા ફોરેએ વધુમાં જણાવ્યું હતું કે યુનિસેફ તેના પાર્ટનર પાન અમેરિકન હેલ્થ ઑર્ગેનાઇઝેશન (પાહો) સાથે મળીને ૧૦૦ જેટલા દેશોમાં ૧.૧ અબજ જેટલા ડોઝ પહોંચાડશે, જે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં પ્રતિ ડોઝ લગભગ ૨૧૯ રૂપિયામાં આપવામાં આવશે.

international news unicef coronavirus covid19