ભારત-અમેરિકાની ભીંસ વધતા દાઉદ છૂમંતર

27 October, 2014 08:27 AM IST  | 

ભારત-અમેરિકાની ભીંસ વધતા દાઉદ છૂમંતર


નવી દિલ્હી,તા.27 ઓકટોબર

ભારત અને અમેરિકાએ સંયુક્ત રીતે આતંકવાદ સામે લડવાનો નિર્ધાર કરતાં દાઉદને પકડવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. D કંપનીની હિલચાલ પર નજર રાખતા અધિકારીઓએ જણાવ્યું હતું કે દાઉદ કરાચીમાંથી ભાગી ગયો છે. દાઉદને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં પાકિસ્તાનની ડિટેક્ટિવ એજન્સી ISIએ મદદ કરી છે.

ભારતીય સુરક્ષા અધિકારીઓ દાઉદ અને તેના સાથીદારો પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને તેની હિલચાલની પળેપળની માહિતી મેળવવામાં આવે છે. દાઉદ કરાચીમાં નથી અને તે પોતાની નજીકની વ્યક્તિઓનો સંપર્ક કરતો નથી.

સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ભારત અને અમેરિકા વચ્ચે આતંકવાદ સામે લડવા કરાર થયા છે જેમાં D કંપનીનું નેટવર્ક સમાપ્ત કરવા વિશે ઉલ્લેખ છે. આ મહિને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ અને અમેરિકાના વિદેશ વિભાગના અધિકારીઓ વચ્ચે થયેલી બેઠકો બાદ આ મુદ્દાને વધુ સમર્થન મળ્યું છે.

સૂત્રોએ આપેલી માહિતી અનુસાર અમેરિકા D કંપનીના નાણાસ્રોતો બંધ કરવાનાં પગલાં લઈ રહ્યું છે. ૧૯૯૨ના સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ દાઉદનો વેપાર પાકિસ્તાન સહિત અનેક દેશોમાં ફેલાયેલો છે. તેણે ડ્રગ્સની દાણચોરી કરીને એમાંથી મળેલાં

નાણાં પાકિસ્તાન-અફઘાનિસ્તાનનાં આતંકવાદી સંગઠનોને મજબૂત કરવા માટે વાપર્યા છે.