Video: મેચ જોવા પહોંચેલા માલ્યાને જોઈ લાગ્યા 'ચોર ચોર'ના નારા

10 June, 2019 10:41 AM IST  |  લંડન

Video: મેચ જોવા પહોંચેલા માલ્યાને જોઈ લાગ્યા 'ચોર ચોર'ના નારા

મેચ જોવા પહોંચેલા માલ્યાને જોઈ લાગ્યા 'ચોર ચોર'ના નારા

ભારતીય બેન્કોના પૈસા લઈને ભાગી ગયેલા વિજય માલ્યા રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલા મેચનો આનંદ લેવા માટે લંડનના ઓવલ ગ્રાઉન્ડ પહોંચ્યા, પરંતુ ત્યાં તેમને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો. માલ્યા પોતાના પરિવાર સાથે મેચ જોવા પહોંચ્યા હતા. મેચ જોયા બાદ માલ્યા સ્ટેડિયમથી બહાર આવ્યો તો ભીડે તેમને ઘેરીને ચોર-ચોરના નારા લગાવવાનું શરૂ કરી દીધું. કેટલાક લોકો તેને અપશબ્દો પણ બોલ્યા. આ દરમિયાન માલ્યાની સાથે તેમના માતા લલિતા પણ હતા. ભીડે બેન્કના પૈસા પાછા આપવા માટે પણ નારા લગાવ્યા.

આવો હતો માલ્યાનો જવાબ
માલ્યાએ આ દરમિયાન મીડિયાને કહ્યું કે, હું માત્ર મેચ જોવા આવ્યો છું. હું અહીં માત્ર એ સુનિશ્ચિત કરવા માંગું છું કે મારા માતાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે. લોકોએ એટલી વાર કહ્યું છે કે મારી માતા પણ હવે મને ચોર સમજવા લાગી છે. પ્રત્યાર્પણના સવાલ પર માલ્યાએ કહ્યું કે, 'કોર્ટમાં આગામી સુનાવણીની તૈયારી ચાલી રહી છે, જે જુલાઈમાં થશે.'


ભાગેડુ છે માલ્યા
શરાબના કારોબારી માલ્યા ભારતીય બેંકો પાસેથી કરજ લઈને લંડનમાં આલિશાન જીવન ગુજારી રહ્યો છે. આ વખતે ક્રિકેટ વર્લ્ડ કપ ઈંગલેન્ડમાં થઈ રહ્યો છે. મેચના પહેલા મીડિયા સાથે રૂબરૂ થતા માલ્યાએ કહ્યું કે તેઓ મેચ જોવા માટે આવ્યા હતા.

પહેલા પણ લાગ્યા હતા નારા
આ પહેલી વાર નથી જ્યારે ભારતીય ટીમ ઈંગલેન્ડના પ્રવાસે હોય અને માલ્યા મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યા હોય. આ પહેલા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત-ઈંગલેન્ડ વચ્ચે રમવામાં આવતા ટેસ્ટ મેચને જોવા માલ્યા પહોંચ્યા હતા. આ દરમિયાન ભારતીય ટીમના કેટલાક સમર્થકોએ તને જોઈને 'ચોર-ચોર'ના નારા લગાવ્યા હતા. ચર્ચા તો એવી પણ છે કે આ દરમિયાન માલ્યા ભારતીય ટીમના ખેલાડીઓને મળવા પણ માંગતો હતો, પણ તેને તેની મંજૂરી ન મળી. આ સિવાય વર્ષ 2017માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન પણ માલ્યા ભારતીય ટીમનો મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યો હતો. આ દરમિયાન પણ તેની સામે સમર્થકોએ નારેબાજી કરી હતી.

આ પણ વાંચોઃ IND VS AUS:મેચ જોવા પહોંચ્યો ભાગેડુ વિજય માલ્યા

માલ્યા છે ફરાર
વિજય માલ્યા ભારતથી ફરાર છે, તેના પર અનેક બેન્કોના 9 હજાર કરોડ લેણા છે. તેના પ્રત્યાર્પણ માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. દેશની એજન્સીઓ તેની પાછળ પડી છે, અને તે આરામથી ભારતનો મેચ જોઈ રહ્યા છે.

vijay mallya london