લેડીઝ ટૉઇલેટમાં એન્ટ્રી કરવા બદલ હવેથી ભારતીય યુવકને મૅક્ડોનલ્ડ્સમાં નો-એન્ટ્રી

21 November, 2012 04:35 AM IST  | 

લેડીઝ ટૉઇલેટમાં એન્ટ્રી કરવા બદલ હવેથી ભારતીય યુવકને મૅક્ડોનલ્ડ્સમાં નો-એન્ટ્રી

કારણ એ છે કે સુખબીર સિંહ નામનો ૩૨ વર્ષનો યુવક આ ફેમસ રેસ્ટોરાંની એક બ્રાન્ચમાં લેડીઝ ટૉઇલેટમાં મહિલાઓની જાસૂસી કરતાં પકડાયો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં સુખબીર સિંહ બર્મિંગહૅમ સિટીમાં આવેલી મૅક્ડોનલ્ડ્સની એક બ્રાન્ચમાં લેડીઝ ટૉઇલેટમાં ઘૂસી જતાં પકડાયો હતો. એ પછી તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી બાદ સ્થાનિક મૅજિસ્ટ્રેટે તેને મૅક્ડોનલ્ડ્સની એક પણ રેસ્ટોરાંમાં નહીં પ્રવેશવાનો આદેશ આપ્યો છે. રેસ્ટોરાંમાં એક મહિલાએ આ વિશે સ્ટાફને ફરિયાદ કરી હતી. જોકે ત્યાં સુધીમાં સુખબીર ભાગી ગયો હતો, પણ સીસીટીવી ફુટેજને આધારે તેની ઓળખ થઈ હતી. એ પછી તમામ પોલીસ-સ્ટેશનોમાં તેની તસવીર પહોંચાડી દેવામાં આવી હતી. બ્રિટિશ પોલીસે ઘટનાના દસ દિવસ પછી સુખબીરને ઝડપી લીધો હતો. એ પછી કેટલીક અન્ય મહિલાઓએ પણ તેને લેડીઝ ટૉઇલેટમાં જોયો હોવાની ફરિયાદ કરી હતી.