UAEએ ભારત સિવાય પાક સહિત 12 દેશના પ્રવાસી વીઝા પર મૂક્યો પ્રતિબંધ

19 November, 2020 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

UAEએ ભારત સિવાય પાક સહિત 12 દેશના પ્રવાસી વીઝા પર મૂક્યો પ્રતિબંધ

ઇમરાન ખાન (ફાઇલ ફોટો)

સંયુક્ત અરબ અમીરાત UAE (યૂએઇ)એ પાકિસ્તાન અને 11 અન્ય દેશોના આગંતુકો માટે નવા વીઝા જાહેર કરવા પર અસ્થાઇ રીતે પ્રતિબંધ મૂક્યો છે. આ 12 દેશોમાં ભારત નથી. પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યૂનની ખબર પ્રમાણે, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે બુધવારે આ સમાચારની પુષ્ઠિ કરતા કહ્યું કે યૂએઇ અધિકારીઓ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય દેશમાં કોરોના વાયરસના સેકન્ડ વેવથી સંબંધિત છે એવું માનવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાન વિદેશ કાર્યાલયના પ્રવક્તા જાહિદ હાફિઝ ચૌધરીએ કહ્યું કે યૂએઇએ પાકિસ્તાન સહિત 12 દેશો માટે આગળની જાહેરાત હાલ અસ્થાઇ રીતે નવા પ્રવાસ વીઝા જાહેર કરવામાં પોસ્ટપોન કરી દીધા છે. તેમણે કહ્યું કે પહેલાથી જાહેર કરવામાં આવેલા વીઝા પોસ્ટપોન નહીં કરવામાં આવે.

પાકિસ્તાન સિવાય, યૂએઇ સરકારે તુર્કી, ઇરાન, યમન, સીરિયા, ઇરાક, સોમાલિયા, લીબિયા, કેન્યા અને અફઘાનિસ્તાનના અન્ય લોકો માટે પ્રવાસ વીઝા અટકાવી દેવામાં આવ્યા છે. યૂએઇ સરકાર તરફથી આ નિર્ણય પાકિસ્તાનમાં વધતા કોવિડ-19 કેસને લઈને લેવામાં આવ્યો છે. છેલ્લા એક અઠવાજિયામાં દેશમાં કોરોનાવાયરસના 2,000 નવા કેસ સામે આવ્યા છે.

આ પહેલા, જૂનમાં યૂએઇએ પાકિસ્તાનમાં કોરોનાના વધતા કેસને જોતા પ્રવાસીઓ માટે અસ્થાઇ અટકાવવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનમાં અત્યાર સુધી કોવિડ-19ના કુલ 3,63,380 કેસ સામે આવ્યા છે. વર્તમાનમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 30,362 છે.

international news national news united arab emirates