યુએઈમાં છે ખાસ બાજ પક્ષીઓ માટે દુનિયાની સૌથી મોટી હૉસ્પિટલ

03 May, 2019 11:24 AM IST  |  અબુ ધાબી

યુએઈમાં છે ખાસ બાજ પક્ષીઓ માટે દુનિયાની સૌથી મોટી હૉસ્પિટલ

યુએઈમાં છે ખાસ બાજ પક્ષીઓ માટે દુનિયાની સૌથી મોટી હૉસ્પિટલ

સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીમાં એક હૉસ્પિટલમાં માત્ર બાજ પક્ષીનો જ ઇલાજ કરવામાં આવે છે. સાઉદી અરેબિયામાં અનેક આરબો બાજ પક્ષી પાળવાનો શોખ ધરાવે છે. એવામાં આ પંખીની સારવાર માટે પણ અદ્યતન સુવિધા હૉસ્પિટલમાં ઊભી કરવામાં આવી છે.


હોસ્પિટલમાં બીમાર બાજ પર સર્જરી થઈ શકે એ માટે આધુનિક સંસાધનોવાળું ઑપરેશન થિયેટર અને ઇમર્જન્સી વૉર્ડ પણ છે. બાજ પાળવાનું આરબો માટે સમૃદ્ધિની નિશાની છે. આ હૉસ્પિટલને સ્થાનિક સરકાર આર્થિક મદદ પણ કરે છે.

આ પણ વાંચોઃ ડ્રોન દ્વારા પાંચ કિલોમીટર દૂર હૉસ્પિટલમાં પહોંચાડાઈ કિડની

આ હૉસ્પિટલ બાજને થતી અવનવી બીમારીઓ પર સંશોધન, નવી દવાઓની શોધ અને તાલીમ આપવા માટેનું મહત્વનું કેન્દ્ર છે. આ હૉસ્પિટલમાં બાજની સારવાર રાહતના દરે કરી આપવામાં આવે છે અને તમે દુનિયાના કોઈ પણ ખૂણેથી અહીં બાજને સારવાર માટે લાવી શકો છો.

united arab emirates