માત્ર 73 રૂપિયામાં વેચવી પડી 15 હજાર કરોડની કંપની, જાણો કેમ?

19 December, 2020 09:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

માત્ર 73 રૂપિયામાં વેચવી પડી 15 હજાર કરોડની કંપની, જાણો કેમ?

પ્રતિકાત્મક તસવીર

UAEમાં ભારતીય મૂળના એક અબજોપતિ બિઝનેસમેન એવા બી.આર.શેટ્ટીની ફિનાબ્લર પીએલસી પોતાનો બિઝનેસ ઈઝરાયેલ-યુએઈ કન્જોર્ટિયમને માત્ર એક ડૉલર (73.52 રૂપિયા)માં વેચવા મજબૂર થયા હતા. આ કંપની ગત વર્ષથી જ મુશ્કેલીઓમાં છે, તેમની કંપની પર અબજો ડૉલરનું દેવું હોવાની સાથે છેતરપિંડીના કેસ મામલે તપાસ પણ ચાલી રહી છે.

ગયા વર્ષના ડિસેમ્બરમાં તેમના બિઝનેસની માર્કેટ વેલ્યૂ 1.5 બિલિયન પાઉન્ડ (2 બિલિયન ડૉલર એટલે કે 15 હજાર કરોડ રૂપિયા) હતી, જ્યારે તેમની પર 1 અબજ ડૉલરનું દેવું છે. બીઆર શેટ્ટીની ફાઈનાન્સિયલ સર્વિસીઝ કંપની ફિનાબ્લરે જાહેરાત કરી કે તે ગ્લોબલ ફિનટેક ઈન્વેસ્ટમેન્ટ્સ હોલ્ડિંગ સાથે કરાર કરી રહી છે. જીએફઆઈએચ તરીકે ઓળખાતી આ કંપની ઈઝરાયેલના પ્રિઝમ ગ્રૂપની સાથી કંપની છે, જેને ફિનાબ્લર પીએલસી લિ. પોતાની બધી જ સંપત્તિ વેચી રહી છે.

ગયા વર્ષે 2 બિલિયન ડૉલરની વેલ્યૂ વાળી કંપની પર આ વર્ષે એપ્રિલમાં 1 બિલિયન ડૉલરનું દેવું હતું. યુએઈ અને ઇઝરાયેલી કંપનીઓ વચ્ચેનો સોદો મહત્ત્વપૂર્ણ વ્યાવસાયિક વ્યવહારો વિશે પણ છે. યુએઈમાં હેલ્થકેર ઈન્ડસ્ટ્રીમાં ઘણી જ સંપત્તિ બનાવનારા 77 વર્ષના શેટ્ટી પ્રથમ ભારતીય છે. તેમણે 1970માં એનએમસી હેલ્થની શરૂઆત કરી હતી. એવું કહેવાય છે કે, શેટ્ટી 70ના દાયકામાં માત્ર 8 ડૉલર લઈને યુએઈ પહોંચ્યા હતા અને મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

international news united arab emirates