નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું બે જર્નલિસ્ટ્સને

09 October, 2021 10:43 AM IST  |  Oslo | Agency

આજે પાક્કા પુરાવા આધારિત પત્રકારત્વ અને ઉચ્ચ ગુણવત્તાને લીધે નોવાયા ગૅઝેટ રશિયાનું એક મહત્ત્વનું અખબાર મનાય છે. રશિયામાં સત્તા સામે અવાજ ઉઠાવનારા મીડિયામાં આ અખબાર અગ્રણી બન્યું છે. 

રશિયાનાં પત્રકાર દમિત્રી મુરાતોવને અને ફિલિપિન્સનાં પત્રકાર મારિયા રેસ્સા.

૨૦૨૧નું નોબેલ શાંતિ પુરસ્કાર ફિલિપિન્સનાં પત્રકાર મારિયા રેસ્સા અને રશિયાનાં પત્રકાર દમિત્રી મુરાતોવને એનાયત થયું છે. નોબેલ સમિતિ દ્વારા ગઈ કાલે આ બે પત્રકારનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. મારિયા રેસ્સા અને દમિત્રી મુરાતોવને વાણીસ્વાતંત્ર્ય જાળવવાના જંગ માટે વિશ્વના શ્રેષ્ઠ પુરસ્કારથી સન્માનવામાં આવ્યાં છે. 
નોબેલ શાંતિ પુરસ્કાર માટેનાં નામની જાહેરાત સાથે સમિતિના પ્રતિનિધિએ બન્ને પત્રકારોના કામની સરાહના કરી હતી. મારિયા રેસ્સાએ ૨૦૨૧માં રેપ્લર વેબસાઇટની સ્થાપના દ્વારા ફિલિપિન્સના વિવાદિત ઍન્ટિ-ડ્રગ કૅમ્પેઈન બાબતે અગત્યના મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું હતું. રેસ્સાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી કેવી રીતે ફૅક ન્યુઝ ફેલાવવામાં આવે છે તે વિશે પણ ઘણું કામ કર્યું છે. ૧૯૯૩માં રશિયાના સ્વતંત્ર અખબાર નોવાયા ગૅઝેટના સ્થાપકોમાંના એક દમિત્રી મુરતોવ હતાં. આજે પાક્કા પુરાવા આધારિત પત્રકારત્વ અને ઉચ્ચ ગુણવત્તાને લીધે નોવાયા ગૅઝેટ રશિયાનું એક મહત્ત્વનું અખબાર મનાય છે. રશિયામાં સત્તા સામે અવાજ ઉઠાવનારા મીડિયામાં આ અખબાર અગ્રણી બન્યું છે. 

international news national news