26 April, 2025 09:35 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
નૅશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર (DNI) તુલસી ગબાર્ડે
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયંકર આતંકવાદી હુમલા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને સમર્થન મળી રહ્યું છે ત્યારે હવે અમેરિકાએ મોટું એલાન કરતાં કહ્યું હતું કે તેઓ પહલગામ હુમલાના આતંકવાદીઓને દબોચવામાં ભારતને મદદ કરશે. આ જાહેરાત ટ્રમ્પ વહીવટી તંત્રમાં નૅશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર (DNI) તુલસી ગબાર્ડે કરી છે. તુલસી ગબાર્ડે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર લખ્યું હતું કે ‘આ ભયાનક ઇસ્લામિક આતંકવાદી હુમલા બાદ ભારતની સાથે એકજૂટ છીએ, જેમાં પહલગામમાં ૨૬ હિન્દુઓને નિશાન બનાવીને મારી નાખ્યા. મારી પ્રાર્થનાઓ અને સંવેદનાઓ એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. અમે તેમની સાથે છીએ અને આ જઘન્ય હુમલા માટે જવાબદાર લોકોને દબોચવામાં તમારું સમર્થન કરીશું.’