ટ્રમ્પની ચેતવણી ચીન સાથે વેપાર સમજૂતી નહીં થાય તો ટૅરિફ પ્લાનમાં વધારો

21 November, 2019 12:41 PM IST  |  Washington

ટ્રમ્પની ચેતવણી ચીન સાથે વેપાર સમજૂતી નહીં થાય તો ટૅરિફ પ્લાનમાં વધારો

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉર એકવાર ફરી વધવાની આશંકા છે. ખરેખર તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો ચીન સાથે વેપાર સમજૂતી નહીં થાય તો ટેરિફ પ્લાનમાં વધારો કરવામાં આવશે.
ટ્રમ્પે વાઇટ હાઉસમાં પત્રકારો સાથે કરેલી વાતચીતમાં કહ્યું છે કે જો અમે ચીન સાથે કોઈ સમજૂતી કરતા નથી તો ટેરિફમાં વધારો કરવામાં આવશે. ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે  જ્યારે બન્ને આર્થિક મહાશક્તિઓ વચ્ચે સુમેળના સંકેત મળી રહ્યા હતા.
આ અગાઉ ચીનના વાણિજય મંત્રાલય દ્વારા અમેરિકા સાથે વેપાર સમજૂતી વિશે સાર્થક વાતચીત કરવાની વાત કરી હતી. ચીનના વાણિજય મંત્રાલય અનુસાર ઉપ પ્રધાને અમેરિકા સાથે વેપાર પ્રતિનિધિ રૉબર્ટ લાઇથાઇજર અને વિત્તપ્રધાન સ્ટીવન ન્યૂચિન સાથે વાતચીત કરી હતી. બન્ને ચરણમાં સમજૂતીમાં પોત-પોતાની ચિંતાઓને લઈને વાતચીત સાર્થક રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના નિવેદનની અસર ભારત સહિત દુનિયાભરનાં શૅરબજાર પર પડી શકે છે. ગત સપ્તાહે બીજા દિવસે મંગળવાર સેન્સેક્સ ૧૮૫.૫૧ પૉઇન્ટની તેજી સાથે ૪૦,૪૬૯.૭૦ પૉઇન્ટના સ્તર પર બંધ જોવા મળ્યું હતું. જ્યારે નિફ્ટી ૫૫.૬૦ પૉઇન્ટના વધારા સાથે ૧૧,૯૪૦.૧૦ અંક પર રહ્યું હતું.

donald trump china