ડોનલ્ડ ટ્રમ્પનો યુ-ટર્ન

11 February, 2017 08:07 AM IST  | 

ડોનલ્ડ ટ્રમ્પનો યુ-ટર્ન

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથેની વાતચીત દરમ્યાન જ યુ-ટર્ન લેતાં દાયકાઓ જૂની વન-ચાઇના નીતિનું સન્માન કરવા વિશે સહમતી દર્શાવી હતી. ટ્રમ્પ અને શી જિનપિંગની ફોન પર થયેલી વાતચીત પછી વાઇટ હાઉસે જણાવ્યું હતું કે બન્ને નેતાઓએ જુદા-જુદા મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી એ દરમ્યાન પ્રેસિડન્ટ ટ્રમ્પ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના અનુરોધ પછી વન-ચાઇનાની નીતિનું સન્માન કરવા તૈયાર થઈ ગયા હતા.

ચીની સરકારી મીડિયા મુજબ શી જિનપિંગે ટ્રમ્પે વન-ચાઇનાને આપેલી મંજૂરીની પ્રશંસા કરી હતી.

વાઇટ હાઉસના જણાવ્યા મુજબ બન્ને નેતાઓએ એકબીજાને પોતાના દેશની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું. બન્ને નેતાઓ વચ્ચે થયેલી લાંબી વાતચીત વિશે વાઇટ હાઉસે કહ્યું હતું કે પ્રેસિડન્ટ ટ્રમ્પ અને પ્રેસિડન્ટ શી જિનપિંગ એક સફળ નિર્ણાયક આગામી વાતચીતની રાહ જોઈ રહ્યા છે

 પ્રેસિડન્ટ ટ્રમ્પે પોતે ચૂંટાઈ આવ્યા બાદ કહ્યું હતું કે તાઇવાન વિશે વન-ચાઇનાને મુદ્દે વાતચીત થઈ શકે છે, પોતે આ નીતિ માટે પૂરી રીતે વચનબદ્ધ નથી. આ સમયે ચીને વïïïïળતો પ્રહાર કરીને કહ્યું હતું કે તાઇવાનને ચીનનો એક હિસ્સો જણાવતી વન-ચાઇના નીતિ વિશે કોઈ વાતચીત થઈ શકે એમ નથી. ચીન તાઇવાનને પોતાનાથી અલગ થયેલા પ્રાંતના રૂપમાં જુએ છે અને માને છે કે તાઇવાન ફરી ચીન સાથે ભળી જશે. ચીન કહે છે કે એેની સાથે દ્વિપક્ષી સંબંધ રાખનારા બધા દેશોએ વન-ચાઇનાની નીતિનું પાલન કરવું પડશે.