ટ્રમ્પને યુએસથી વધુ ભારતમાં ટેક્સ ભરવો પડે છે?

28 September, 2020 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટ્રમ્પને યુએસથી વધુ ભારતમાં ટેક્સ ભરવો પડે છે?

ફાઈલ તસવીર

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ કરતા વધુ ભારતમાં કરનો બોજો હોવાનું આંકડા દ્વારા સામે આવ્યું છે. ટ્રમ્પના ટેક્સના ઘટસ્ફોટનો આ અહેવાલ એવા સમયે સામે આવ્યો છે જ્યારે મંગળવારે રાષ્ટ્રપતિ પદની ડિબેટ યોજાનાર છે. અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજાવાની છે. બીજી તરફ, આ ખુલાસા પછી અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે.

2017માં યુએસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની કંપનીઓએ 750 ડૉલરનો ટેક્સ ચૂકવ્યો હતો, જ્યારે આ જ વર્ષે ભારતમાં 1,45,400 ડૉલરનો ટેક્સ ચૂકવ્યો હતો. અમેરિકામાં એક મધ્યમવર્ગીય કુટુંબ સરેરાશ 14,000 ડોલર સંઘીય કર ચૂકવે છે. ટ્રમ્પ એક અબજોપતિ ઉદ્યોગપતિ છે, તેથી લોકોને તેના કર અંગે વિશ્વાસ નથી.

ન્યુ યોર્ક ટાઈમ્સના અહેવાલમાં આ આંકડાઓની માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 15 વર્ષમાં તેમણે 10 વર્ષ ટેક્સ ચૂકવ્યો નથી કારણ કે તે વધુ પડતુ નુકસાન બતાવી રહ્યા છે. ટ્રમ્પની સ્કોટલેન્ડ અને આર્યલૅન્ડ સ્થિત ગોલ્ફ પ્રોપર્ટીઝથી 7.3 કરોડ ડૉલર જેટલી આવક થાય છે. તેમ જ લાઈસન્સિંગ સોદામાંથી ફિલિપાઈન્સથી 30 લાખ ડૉલર, ભારતથી 23 લાખ ડૉલર અને તુર્કીથી 10 લાખ ડૉલરની આવક થાય છે.

યુએસ પ્રમુખ ટ્રમ્પની કુલ સંપત્તિ 2.1 અબજ છે. કોરોના વાયરસ રોગચાળામાં તેમની સંપત્તિમાં એક અબજ ડૉલરનો ઘટાડો થયો છે. છેલ્લા ઘણા સમયથી ટ્રમ્પે પોતાનો ટ્રેક રેકોર્ડ જાહેર કર્યો નથી. એટલું જ નહીં, તે છુપાવવા માટે તે કાનૂની લડત લડી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે હાલમાં ટેક્સ ઓડિટ ચાલી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ ટ્રમ્પે તેમના બિઝનેસ સામ્રાજ્યમાં મોટા પ્રમાણમાં નુકસાન બતાવીને ટેક્સ ઓછો રાખ્યો છે.

ટ્રમ્પે દાવો કર્યો છે કે વર્ષ 2018માં તેમને 4.74 કરોડ ડૉલરનું નુકસાન થયું છે. તે પણ જ્યારે તેણે આ નાણાકીય વર્ષમાં 43 કરોડ 49 લાખ ડોલરની આવક બતાવી હતી. ટ્રમ્પને 7.29 કરોડ ડોલરનું ટેક્સ રિફંડ પ્રાપ્ત થયું હતું જેમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને છેલ્લા એક દાયકાથી તેમની કાનૂની લડત ચાલી રહી છે. જો તેમની સામે ચુકાદો આવે તો તેમને 10 કરોડ ડૉલર ચૂકવવા પડી શકે છે.

donald trump international news united states of america