'ઈરાન રહે સાવધાન', ટ્રમ્પે આપી ચેતવણી

08 July, 2019 03:53 PM IST  |  અમેરિકા

'ઈરાન રહે સાવધાન', ટ્રમ્પે આપી ચેતવણી

ટ્રમ્પે આપી ઈરાનને ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનને તેના યૂરેનિયમના સંવર્ધન પર લગાવવામાં આવેલી સીમાનું ઉલ્લંઘન કરવાને લઈને રવિવારે ચેતવણી આપી છે. ટ્રમ્પે ન્યૂ જર્સીના મૉરિસટાઉનમાં મીડિયાને કહ્યું કે,સારું રહેશે કે ઈરાન સાવધાન રહે. કારણ કે તમે એક કારણથી યૂરેનિયમનું સંવર્ધન વધારશો અને હું નહીં કહું કે તે કારણ શું છે. પરંતુ એ સાચું નથી. સારું રહેશે કે તે સાવધાન રહે.

ટ્રંપના મુખ્ય રાજદૂત અને વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ આ પહેલાના રવિવારે કહ્યું હતુંકે પરમાણુ સમજૂતી બાદ નક્કી કેલી સીમાના સંભવિત ઉલ્લંઘનના જવાબમાં ઈરાનને વધુ કડક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. આ સીમા તે પરમાણુ સમજૂતી અંતર્ગત કરવામાં આવી હતી જે આંતરરાષ્ટ્રીય તાકતો અને ઈરાનની વચ્ચે થયું હતું. પરંતુ ગયા વર્ષે અમેરિકા તેમાંથી બહાર થઈ જતા તે ખતરામાં પડી ગઈ છે. સમજૂતી અંતર્ગત નક્કી કરવામાં આવેલી 3.67 ટકા સંવર્ધનની સીમા 90 ટકાના સ્તરથી ખૂબ જ નીચે હતો. જે પરમાણુ હથિયાર બનાવવા માટે જરૂરી છે.

આગ સાથે રમી રહ્યું છે ઈરાન
ઈરાને રવિવારે કહ્યું કે ત્યાં પશ્ચિમી દેશો સાથે થયેલા પરમાણુ સમજૂતીમાં નક્કી કરેલી યૂરેનિયમ સંવર્ધનની સીમાનું ઉલ્લંઘન કરનાર છે. ત્યાં જ અમેરિકાએ ચેતવણી આપતા કહ્યું કે સમજૂતીમાં નક્કી કરવામાં આવેલી સીમાને પાર કરીને ઈરાન આગ સાથે રમી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીએ આ મુદ્દા પર 10 જુલાઈએ એક ખાસ બેઠક બોલાવી છે.

આ પણ વાંચોઃ બોરિસ જૉનસન ભારે બહુમતિ મેળવી બની શકે છે બ્રિટેનના PM

ઈરાને સમજૂતીની શરતોનું કર્યું ઉલ્લંઘન
બ્રિટેનનું કહેવું છે કે ઈરાને સમજૂતીની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. સાથે જ લંડન અને બર્લિને ઈરાનને યૂરેનિયમ સંવર્ધનની સીમા તોડવાથી બચવાનું કહ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જવાદ જરીફે કહ્યું છે કે તેહરાન પોતાની પ્રતિબદ્ધતાઓથી પાછળ હટી શરે છે પરંતુ જો યૂરોપીય દેશ પોત-પોતાની પ્રતિબદ્ધતાઓ પૂરી કરે તો એવા કોઈપણ પગલા પાછા લેવામાં આવી શકે છે.

iran united states of america donald trump