ડોનાલ્ડ ટ્રમ્પે ડૉકટર્સ ઉપર કાઢ્યો ગુસ્સો, કહ્યું આ...

31 October, 2020 09:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડોનાલ્ડ ટ્રમ્પે ડૉકટર્સ ઉપર કાઢ્યો ગુસ્સો, કહ્યું આ...

ફાઈલ ફોટો

US Electionમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પે હવે ડૉક્ટરો ઉપર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેઓ ડોકટરો પર પણ આરોપો લગાવી રહ્યા છે. મિશિગનની એક રેલીમાં ટ્રમ્પે કહ્યું હતું કે, કોરોનાથી થઈ રહેલા મૃત્યુથી ડોકટરોને ફાયદો થઈ રહ્યો છે.

મિશિગનની રેલીમાં ફોક્સ ન્યૂઝની હોસ્ટ લાઉરા ઈંગ્રામ પણ ઉપસ્થિત હતા. તેમણે માસ્ક પહેરેલું હતું. ટ્રમ્પે તેમની તરફ જોઈને કહ્યું કે, તમે રાજકીય રીતે એકદમ સાચુ કામ કરી રહ્યા છો. ટ્રમ્પે ડેમોક્રેટિક રાજ્ય સરકારોવાળા રાજ્યો અને તેમના રાજ્યપાલો ઉપર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, તમે લોકોને ડરાવી રહ્યા છો. જ્યાં જુઓ ત્યાં લોકડાઉન અને પ્રતિબંધોની વાત જ ચાલી રહી છે. શું આવી રીતે જ આપણે આ મહામારીનો મુકાબલો કરીશું. દેશ અને લોકોનું ઘરોમાં કેદ થઈ જવાથી શું આ મહામારી ખત્મ થઈ જશે. તેનો મુકાબલો કરવો પડશે. ખાસ વાત એ છે કે ટ્રમ્પની આ રેલીમાં ભાગ લેનારા હજારો લોકોમાંથી મોટા ભાગના લોકો માસ્ક વિના નજરે પડ્યા હતા.

ટ્રમ્પ અને તેમના સહયોગીઓએ પણ માસ્ક પહેર્યું ન હતું. તેમજ આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવામાં આવ્યું ન હતું.

donald trump us elections international news coronavirus covid19