ટ્રમ્પે ચૂંટણી અધિકારી પર પરિણામ બદલવાનું બનાવ્યું હતું દબાણ

05 January, 2021 02:16 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

ટ્રમ્પે ચૂંટણી અધિકારી પર પરિણામ બદલવાનું બનાવ્યું હતું દબાણ

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકામાં એક ઑડિયો-ટેપને કારણે વિવાદ થયો છે. રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે જૉર્જિયાના ચૂંટણી અધિકારીને ફોન કરી ચૂંટણીનું પરિણામ બદલવાનું દબાણ બનાવ્યું હતું. આ ઑડિયો વાઇરલ થયા બાદ અમેરિકાના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે અને એની તુલના વૉટરગેટ કાંડ સાથે કરવામાં આવી રહી છે.

ડોનલ્ડ ટ્રમ્પની એક ટેપ સામે આવી છે, જેમાં ટ્રમ્પે જૉર્જિયાના સેક્રેટરી ઑફ સ્ટેટ અને રિપબ્લિકન નેતા બ્રાડ રફેનસ્પેર્ગરને ફોન કરી ચૂંટણીનું પરિણામ બદલવાનું દબાણ બનાવ્યું હતું. ટ્રમ્પ કહી રહ્યા છે કે હું માત્ર એટલું કહેવા માગું છું કે તમે એને કરો. હું માત્ર ૧૧,૭૮૦ મત શોધી રહ્યો છું, જે અમારી પાસે છે એના કરતાં વધારે છે.

આ ટેપમાં ડોનલ્ડ ટ્રમ્પને જવાબ આપતાં રફેનસ્પેર્ગર કહી રહ્યા છે કે જૉર્જિયાનાં પરિણામ સાચાં છે, હવે કઈ નથી થઈ શકતું. આ ટેપમાં ડોનલ્ડ ટ્રમ્પ, રફેનસ્પેર્ગરને ધમકી પણ આપી રહ્યા છે કે જો તે તેમનું કામ કરવામાં નિષ્ફળ રહે છે તો એનાં ગંભીર પરિણામ ભોગવવાં પડશે.

international news united states of america donald trump