આકાશમાં આવાં પ્લેન જોવા મળે એ દિવસો હવે દૂર નથી

11 August, 2012 08:24 AM IST  | 

આકાશમાં આવાં પ્લેન જોવા મળે એ દિવસો હવે દૂર નથી

 

 

 

નજીકના ભવિષ્યમાં હાલમાં જોવા મળતાં પ્લેન માત્ર આકાશ જ નહીં, ધરતી પરથી પણ અદૃશ્ય થઈ જાય તો નવાઈ નહીં. અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાએ મસમોટાં વિમાનો બનાવતી જાણતી કંપની બોઇંગની સાથે મળીને ફ્યુચર પ્લેન બનાવી લીધું છે. આ પ્લેન ત્રિકોણાકારનું છે. હાલના તબક્કે એક્સ-૪૮સી નામે ઓળખાતું આ પ્લેન ૨૨૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે.

 

નાસાએ એક સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું હતું કે આ પ્લેનની રેપ્લિકાની ટેસ્ટ-ફ્લાઇટ સફળ રહી હતી અને હવે ઓરિજિનલ સાઇઝના પ્લેનની ટેસ્ટ ફ્લાઇટ લેવામાં આવશે. નાસાના જણાવ્યા પ્રમાણે આગામી ૧૫-૨૦ વર્ષમાં આ પ્લેનનું પ્રોડક્શન શરૂ થવાની શક્યતા છે. આ પ્લેનમાં વધુમાં વધુ ૭૫૦ પૅસેન્જરો પ્રવાસ કરી શકશે. આ પ્લેન ૧૦,૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી ઊડી શકે છે. જોકે આ પ્લેનનો માઇનસ પૉઇન્ટ એ છે કે એમાં પૅસેન્જરોની સંખ્યા વધારવા માટે વિન્ડો-સીટ રાખવામાં આવી નથી. તેથી વિન્ડો-સીટનો આગ્રહ રાખતા પૅસેન્જરોને આ પ્લેન કદાચ ઓછું પસંદ પડશે. બ્રિટનમાં બનાવવામાં આવેલા આ પ્લેનની વર્ષ દરમ્યાન એકથી વધારે વખત ટેસ્ટ કરવામાં આવશે.