બ્યુટિફુલ વેનિસ બની ગયું ફ્લોટિંગ સિટી

13 November, 2012 06:04 AM IST  | 

બ્યુટિફુલ વેનિસ બની ગયું ફ્લોટિંગ સિટી



વિશ્વના સૌથી બ્યુટિફુલ ટૂરિસ્ટ લોકેશનમાં જેની ગણના થાય છે એ ઇટલીનું વેનિસ શહેર આજકાલ ફ્લોટિંગ સિટી બની ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા ભારે વરસાદને કારણે વેનિસનો ૭૦ ટકા વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. સેન્ટ્રલ વેનિસના કેટલાક એરિયામાં તો ૫૯ ઇંચ પાણી ભરાઈ ગયું છે. વેનિસની ઓળખ સમાન અનેક પુરાણી ઇમારતોમાં પણ પાણી ભરાઈ ગયાં હતા. ભારે પૂરને કારણે સંખ્યાબંધ ટૂરિસ્ટને મહામહેનતે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જોકે અનેક પ્રવાસીઓ આ આપત્તિને પણ અવસરમાં પલટીને પૂરને કારણે ભરાયેલા પાણીમાં સ્વિમિંગની મોજ માણતા જોવા મળ્યાં હતા. વેનિસમાં છેલ્લાં ૧૫૦ વર્ષનું આ સૌથી મોટું પૂર છે.