ટચડાઉન કન્ફર્મ્ડ: મંગળ પર નાસાના રોવરનું સફળતાપૂર્વક લૅન્ડિંગ

20 February, 2021 12:01 PM IST  |  Washingto | Gujarati Mid-day Correspondent

ટચડાઉન કન્ફર્મ્ડ: મંગળ પર નાસાના રોવરનું સફળતાપૂર્વક લૅન્ડિંગ

નાસાના પ્રિઝર્વન્સ રોવરે શુક્રવારે મંગળ ગ્રહની સપાટી પર ઉતરાણ કર્યું એ સાથે લાખો માઇલ દૂર અમેરિકન સ્પેસ એજન્સીના કન્ટ્રોલ રૂમમાં એક મહિલાનો સ્વર ગુંજી ઊઠ્યો હતોઃ ‘ટચડાઉન કન્ફર્મ્ડ!’

આ અનાઉન્સમેન્ટ ભારતીય મૂળનાં અમેરિકન વિજ્ઞાની સ્વાતિ મોહન દ્વારા કરવામાં આવી હતી જેઓ નાસાના માર્સ ૨૦૨૦ મિશનની કામગીરીના માર્ગદર્શન, નેવિગેશન અને નિયંત્રણની કામગીરીઓનું નેતૃત્વ કરી રહ્યાં છે. ફ્લાઇટ કન્ટ્રોલર તરીકે સ્વાતિએ ઐતિહાસિક રોવરના ઉતરાણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રાતા ગ્રહ મંગળની સપાટીને રોવરે સફળતાપૂર્વક સ્પર્શી છે એની પુષ્ટિ કરનાર સ્વાતિ મોહન પ્રથમ હતાં. ‘ટચડાઉન કન્ફર્મ્ડ! પ્રિઝર્વન્સ સલામત રીતે મંગળની સપાટી પર પહોંચી ગયું છે અને ભૂતકાળના જીવનનાં ચિહ્નોની શોધ કરવા માટે સજ્જ છે’ એમ મોહને જાહેરાત કરી હતી.

international news nasa