ટમેટાંના ભાવે પાકિસ્તાનવાસીઓને રાતા પાણીએ રોવડાવ્યા, ૩૦૦ રૂપિયે કિલો !

11 August, 2019 10:09 AM IST  |  સિરસા

ટમેટાંના ભાવે પાકિસ્તાનવાસીઓને રાતા પાણીએ રોવડાવ્યા, ૩૦૦ રૂપિયે કિલો !

ટમેટાં

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરવા અને એના પુનર્ગઠનના વિરોધમાં ભારત સાથે વેપારી સંબંધો તોડી નાખવાનો નિર્ણય લીધો છે. આ જ કારણે પાકિસ્તાન ભડકી ઊઠ્યું છે. હચમચી ઊઠેલા પાકિસ્તાને ભારત સાથે વેપાર કરવાનું બંધ કરી દીધું છે જે તેને હવે ભારે પડી રહ્યું છે.

હકીકતમાં ભારત સાથે વેપાર ન કરવાના નિર્ણય બાદ ભારતથી નિકાસ કરવામાં આવતા તમામ સામાન પર સંપૂર્ણપણે રોક લગાવી દીધી હોવાથી પાકિસ્તાનમાં ટમેટાંના ભાવ ભડકે બળી રહ્યાં છે. અહીં ટમેટાંના ભાવ ૩૦૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. પાકિસ્તાન ડુંગળી અને ટમેટાં જેવી ખાદ્ય વસ્તુઓ ઉપરાંત કેમિકલ્સ માટે ભારત પર આધાર રાખે છે. એક્સપટ્‌ર્સ અને ટ્રેડર્સની માનીએ તો એનાથી પાકિસ્તાનને વધુ મોટો ઝટકો લાગશે.

આ પણ વાંચો : ઇમરાન ખાન વિરુદ્ધ મહિલાઓનો સૂત્રોચ્ચાર: મોદી સે તૂ ડરતા હૈ, મરિયમ સે તૂ લડતા હૈ

ફેડરેશન ઑફ ઇન્ડિયા એક્સપોર્ટ ઑર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલ અજય સહાયએ જણાવ્યા અનુસાર વેપાર બંધ થવાથી ભારતના બદલે પાકિસ્તાનને વધુ પ્રભાવ થશે, કારણ કે તે આપણા ઉપર વધુ આધારિત છે. ટમેટાંના ભાવમાં આ પ્રકારે થયેલા ભાવવધારાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે વડા પ્રધાન ઇમરાન ખાનના ભારત સાથે વેપાર બંધ કરવાના નિર્ણયનું નુકસાન સીધું જ પાકિસ્તાનની સામાન્ય જનતાએ ભરવું પડશે.

pakistan