૫૦૦૦ ફૂટ ઉપર ઊડતા મિલિટરી પ્લેન પર ટૉમ ક્રૂઝનો ખતરનાક સ્ટન્ટ

04 November, 2014 03:31 AM IST  | 

૫૦૦૦ ફૂટ ઉપર ઊડતા મિલિટરી પ્લેન પર ટૉમ ક્રૂઝનો ખતરનાક સ્ટન્ટ






આ સ્ટન્ટ તેણે ‘મિશન ઇમ્પૉસિબલ ૫’ ફિલ્મ માટે કર્યો છે જેમાં તે પ્લેનના દરવાજા પર લટકી રહ્યો છે. ફિલ્મમાં તે ઇથન હન્ટનો રોલ કરી રહ્યો છે. જોકે આ સ્ટન્ટ કરતી વખતે તેના માટે સુરક્ષાની તકેદારી કરી રાખવામાં આવી હતી. આવતા વર્ષના અંતમાં રિલીઝ થનારી ટૉમ ક્રૂઝની આ ‘મિશન ઇમ્પૉસિબલ ૫’નું ડિરેક્શન ક્રિસ્ટોફર મૅક્ક્વૉરીએ કર્યું છે. ટૉમનું કહેવું છે કે મહિનાભરની પણ ટ્રેઇનિંગ હોવા છતાં પવનની ઊલટી દિશામાં આટલી ઊંચાઈ પર રહેવું ખરેખર મુશ્કેલ છે.