જપાનની ફ્લાઇંગ કારની ટેસ્ટ ડ્રાઇવ સફળ

29 August, 2020 10:29 AM IST  |  Tokyo | Agencies

જપાનની ફ્લાઇંગ કારની ટેસ્ટ ડ્રાઇવ સફળ

જપાનની ફ્લાઇંગ કાર

જપાનની સ્કાય ડ્રાઇવ કંપનીની ફ્લાઇંગ કારની ટેસ્ટ ડ્રાઇવ સફળ થઈ હતી. કારમાં ફક્ત એક માણસ હતો. પ્રોપેલર્સ વડે ઊંચે જતી મોટરસાઇકલની માફક એ ફ્લાઇંગ કાર બે મીટર ઉપર પહોંચીને ચાર મિનિટ ઊડી હતી. ફ્લાઇંગ કાર ૨૦૨૩ સુધીમાં બજારમાં મૂકવાની શક્યતા હોવાનું સ્કાય ડ્રાઇવ ઇન્કૉર્પોરેટેડ કંપનીના અધિકારી તોમોહિરો ફુઝુકાવાએ જણાવ્યું છે.

તોમોહિરોએ જણાવ્યું હતું કે ‘વિશ્વના ૧૦૦ કરતાં વધારે ફ્લાઇંગ કાર પ્રોજેક્ટ્સમાંથી જૂજ પ્રોજેક્ટ્સ સફળ થયા છે. એની ટેસ્ટ ફ્લાઇટમાં કારમાં ફક્ત એક વ્યક્તિની ઉપસ્થિતિ રહેતી હતી. અત્યારે ફ્લાઇંગ કાર પાંચથી દસ મિનિટ ઊડી શકે છે, પરંતુ ૩૦ મિનિટ ઊડવાની ક્ષમતા કેળવાય તો ઉપયોગિતા વધી શકે. વિમાનો અને હેલિકૉપ્ટર્સની સરખામણીમાં ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઑફફ ઍન્ડ લૅન્ડિંગ વેહિકલ (eVTOL)ની કાર્યક્ષમતા જુદી હોય છે. વ્યક્તિગત રીતે એકથી બીજી જગ્યાએ પહોંચવા માટે વિમાનો અને હેલિકૉપ્ટરની સરખામણીમાં eVTOL તરીકે ઓળખાતાં વાહનો (ફ્લાઇંગ કાર) વધુ ઝડપી હોય છે.’

tokyo japan international news