મહિલાઓએ એક સપ્તાહ માટે પાડી સેક્સ-સ્ટ્રાઇક

28 August, 2012 05:35 AM IST  | 

મહિલાઓએ એક સપ્તાહ માટે પાડી સેક્સ-સ્ટ્રાઇક

આ જૂથે તર્ક આપ્યો છે કે આ સેક્સ-સ્ટ્રાઇકના કારણે દેશના પ્રમુખનું રાજીનામું માગવા માટે પુરુષો પર દબાણ આવશે. લેટ્સ સેવ ટોગો નામના જૂથની મહિલા નેતા ઇસાબેલ એમેગેન્વીએ સરકારનો વિરોધ કરવા માટે આ અનોખો ઉપાય અજમાવ્યો છે.

અગાઉ આફ્રિકાના અન્ય એક દેશ લાઇબેરિયામાં શાંતિ સ્થાપવા માટે ૨૦૦૩માં મહિલાઓએ આ જ રીતે સેક્સ-સ્ટાઇક પાડી હતી. ઇસાબેલે જણાવ્યું હતું કે મહિલાઓ માટે તેઓ જે ઇચ્છે એ મેળવવા માટે સેક્સ-સ્ટ્રાઇક સૌથી બેસ્ટ રસ્તો છે. શનિવારે ટોગોના લોમ શહેરમાં હજારો મહિલાઓ પ્રમુખનો વિરોધ કરવા માટે એકત્ર થઈ હતી, જ્યાં સોમવારથી એક સપ્તાહ સુધી સેક્સ-સ્ટ્રાઇકનું એલાન કરવામાં આવ્યું હતું.