ચાઇનીઝ એપ ટિકટૉકના CEO કેવિન મેયરે 4 મહિનામાં આપ્યું રાજીનામું

27 August, 2020 07:22 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ચાઇનીઝ એપ ટિકટૉકના CEO કેવિન મેયરે 4 મહિનામાં આપ્યું રાજીનામું

ટિકટૉકના સીઇઓએ આપ્યું રાજીનામું

ભારત(India)માં બૅન(Banned) પછી અમેરિકા(America)માં પણ સંકટનો સામના કરતાં ટિકટૉક(Tiktok)ના સીઈઓ(CEO)એ રાજીનામું આપી દીધું છે. ટિકટૉક(Tiktok)ના ચીની(Chinese) માલિક(Owner) પર આ વીડિયો એપ(Application) વેચવા અમેરિકન દબાણ વચ્ચે કંપનીના સીઇઓ(CEO) કેવિન મેયરે(Kevin Mayer) ગુરુવારે રાજીનામું આપી દીધું છે. જણાવવાનું કે અમેરિકાએ ટિકટૉકને સુરક્ષા સામે જોખમ જણાવ્યું છે

ટિકટૉકના સીઇઓ મેયર કેવિને રાજીનામું આપ્યા પછી કર્મચારીઓને લખેલા પત્રમાં કહ્યું કે રાજનૈતિક માહોલ ઝડપથી બદલાવાને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. જણાવવાનું કે ડિઝ્નીના પૂર્વ કાર્યકારી અધિકારી મેયર મેમાં ટિકટૉકના સીઇઓ બન્યા હતા.

નોંધનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટૉક પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે, જેથી બચવા માટે આની મૂળ કંપની બાઇટડાન્સે 90 દિવસની અંદર પોતાના અમેરિકન રાઇટ્સ કોઇ અમેરિકન કંપનીને વેચવાના રહેશે. આ આદેશ પછી મેયરે પોતાનું રાજીનામું આપી દીધું છે.

તેમણે કહ્યું કે 'મેં કૉર્પોરેટ સંરચનાત્મક ફેરફારોની જરૂરિયાતો અને આની વૈશ્વિક ભૂમિકા અંગે ઘણાં વિચાર કર્યા છે.' તેમણે આગળ જણાવ્યું કે, "આ પૃષ્ઠભૂમિમાં આપણે ટૂંક સમયમાં જ કોઇક ઉપાય સુધી પહોંચવાની જરૂર છે, હું ખૂબ જ ભારે હૈયે તમને જણાવવા માગું છું કે મેં કંપની છોડવાનો નિર્ણય લીધો છે."

international news tiktok