ચીનનાં વળતાં પાણી: અમેરિકાએ 45 દિવસ સુધી ટિક ટૉક પર પ્રતિબંધ મૂક્યો

08 August, 2020 08:07 AM IST  |  Washington | Agencies

ચીનનાં વળતાં પાણી: અમેરિકાએ 45 દિવસ સુધી ટિક ટૉક પર પ્રતિબંધ મૂક્યો

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકી સેનેટે સરકારી ઉપકરણો પર ટિક ટૉકના ઉપયોગ પર રોક લગાવી દીધી. સેનેટે સરકારી ઉપકરણોમાં ટિક ટૉકના ઉપયોગ પર રોક લગાવવા માટે મતદાન કર્યું હતું. વાઇટહાઉસે કહ્યું કે સુરક્ષાને જોતાં ટિક ટૉક મોટું જોખમ છે આથી આવું પગલું લેવું જરૂરી છે. આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીને અમેરિકી કંપનીઓને ચાઇનીઝ ઍપ ટિક ટૉક અને વીચૅટના માલિકો સાથે કોઈ પણ પ્રકારની ‘લેવડદેવડ’ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આને માટે ૪૫ દિવસનો સમય અપાયો છે.

ટ્રમ્પે કહ્યું કે ચાઇનીઝ ઍપ રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશનીતિ અને ઇકૉનૉમી માટે જોખમ છે. આ સમયે ખાસ કરીને ટિક ટૉક પર કાર્યવાહીને લઈને આદેશ બહાર પડાયો છે. ટિક ટૉક ઑટોમૅટિકલી યુઝરની જાણકારી મેળવી લે છે.

સરકારી કર્મચારીઓને આપવામાં આવેલા ટિક ટૉકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આ નિર્ણય માટે સર્વસંમતિથી મતદાન કરવામાં આવ્યું છે. આ ઍપને લઈને સુરક્ષા સાથે જોડાયેલી ચિંતાને ધ્યાનમાં રાખીને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સહિત તેમનું તંત્ર અને તમામ પ્રતિનિધિની નારાજગી પણ સામે આવી છે.

ગૂગલનો પણ ચીનને ઝટકો: ૨૫૦૦થી વધુ યુટ્યુબ ચૅનલ્સને ડિલીટ કરી દીધી

પહેલાં ભારતે ચીનની ૫૯ ઍપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો એ પછી ફરીથી ૪૭ ઍપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે ગૂગલે પણ ચીનની તરફ ખાસ પગલું લીધું છે. ઉલ્લેખનીય છે ગૂગલના આ નિર્ણયથી ચીનને મોટો ઝટકો લાગશે. ગૂગલે ચીનની ૨૫૦૦થી વધારે યુટ્યુબ ચૅનલ્સને ડિલીટ કરી નાખી છે.

ઉલ્લેખનીય છે કે આ ચીની યુટ્યુબ ચૅનલ્સની મદદથી ભ્રામક જાણકારી ફેલાવવામાં આવી રહી હતી. એની જાણકારી મળતાં વિડિયો-શૅરિંગ પ્લૅટફૉર્મે આ ચીની યુટ્યુબ ચૅનલ્સને હટાવી દીધી છે. ગૂગલે કહ્યું કે આ યુટ્યુબ ચૅનલ્સને એપ્રિલ-જૂન વચ્ચે જ હટાવી દેવામાં આવી હતી. ગૂગલનું કહેવું છે કે ચીન સાથે જોડાયેલા ઇન્ફ્લુઅન્સ ઑપરેશન માટે ચાલી રહેલી તપાસના આધારે આ પગલું લેવામાં આવ્યું છે.

washington united states of america tiktok donald trump