અમેરિકા ને બ્રિટનના ત્રણ વૈજ્ઞાનિકોને મળ્યો મેડિસિનનો નોબેલ પુરસ્કાર

08 October, 2019 11:28 AM IST  |  મુંબઈ ડેસ્ક

અમેરિકા ને બ્રિટનના ત્રણ વૈજ્ઞાનિકોને મળ્યો મેડિસિનનો નોબેલ પુરસ્કાર

ત્રણ વૈજ્ઞાનિકોને મળ્યા નોબેલ પુરસ્કાર

સ્ટૉકહોમ : (જી.એન.એસ.) સ્વીડનની રાજધાની સ્ટૉકહોમમાં ૨૦૧૯ માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત સોમવારે કરવામાં આવી છે. આ વખતે મેડિકલનો નોબેલ પુરસ્કાર અમેરિકાના વિલિયમ જી. કેલિન જુનિયર અને ગ્રેગ અલ સેમેન્જા, બ્રિટનના સર પીટર જે. રેટક્લિકને આપવામાં આવ્યો છે. મંગળવારે ભૌતિક અને બાદમાં ૧૪ ઑક્ટોબર સુધીમાં કુલ ૬ ક્ષેત્રોમાં નોબેલ પુરસ્કાર વિજેતાની જાહેરાત કરવામાં આવશે.

પુરસ્કારની જાહેરાત કરતાં જ્યુરીએ કહ્યું કે આ વૈજ્ઞાનિકોએ સ્થાપિત કર્યું છે કે ઑક્સિજનનું સ્તર કઈ રીતે આપણા સેલ્યુલર મેટાબોલિઝમ અને શારીરિક ગતિવિધિઓને પ્રભાવિત કરે છે. વૈજ્ઞાનિકોએ કરેલી શોધે એનીમિયા, કૅન્સર અને અન્ય બીમારીઓ વિરુદ્ધની લડાઈમાં નવી રણનીતિ બનાવવાનો રસ્તો સાફ કર્યો છે. સ્વીડિશ ઍકેડૅમી ૨૦૧૮ અને ૨૦૧૯ બન્ને વર્ષ માટે સાહિત્ય નોબેલ પુરસ્કારની જાહેરાત કરશે. ગયા વર્ષે વધતા યૌન ઉત્પીડનના મામલાઓને કારણે ૨૦૧૮માં સાહિત્ય નોબેલની જાહેરાત ઍકેડૅમીએ મુલતવી રાખી હતી.

મેડિસિનના નોબેલ પુરસ્કાર સાથે જોડાયેલાં તથ્ય

૧૯૦૧થી ૨૦૧૮ વચ્ચે ચિકિત્સાના ક્ષેત્રમાં ૧૦૯ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા, ૨૧૬ લોકોને આ પ્રદાન કરવામાં આવ્યા.
મેડિસિનના ક્ષેત્રમાં ૧૨ મહિલાઓને નોબેલ આપવામાં આવ્યા છે.
ફ્રેડરિક જી. બેટિંગ (૩૨ વર્ષ) મેડિસિનના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર સૌથી યુવા. તેમને ઇન્સ્યુલિનની શોધ માટે ૧૯૨૩માં આ પુરસ્કાર મળ્યો.
પેટોન રાઉલ (૮૭ વર્ષ) સૌથી વધુ ઉંમરના નોબેલ પુરસ્કાર વિજેતા છે. તેમને ટ્યુમર ઇન્ડ્યુસિંગ વાઇરલની શોધ માટે ૧૯૬૬માં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

united states of america great britain