અમેરિકામાં ગેરકાયદે એન્ટર થવા બદલ ત્રણ ગુજરાતીની ધરપકડ

05 December, 2021 08:49 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

૨૪ નવેમ્બરે અમેરિકાના વર્જિન આઇલૅન્ડમાં સેન્ટ ક્રોઇક્સ ઍરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં ગેરકાયદે એન્ટર થવાના આરોપસર ત્રણ યંગ ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકન એટર્નીએ શુક્રવારે જણાવ્યું હતું કે ૨૫ વર્ષની ક્રિષ્ના પટેલ, ૨૭ વર્ષનો નિકુંજ પટેલ અને ૩૯ વર્ષના અશોક પટેલની ૨૪ નવેમ્બરે અમેરિકાના વર્જિન આઇલૅન્ડમાં સેન્ટ ક્રોઇક્સ ઍરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. તેઓ એ સમયે ફ્લોરિડા જવા માટેની ફ્લાઇટ પકડવા જ જઈ રહ્યાં હતાં. આ ત્રણેયને બીજી ડિસેમ્બરે સેન્ટ ક્રોઇક્સમાં મૅજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં હતાં. વધુ ઇન્સ્પેક્શનમાં બહાર આવ્યું હતું કે ત્રણેયની આ પહેલાં ઑગસ્ટ ૨૦૧૯માં કેલિફોર્નિયામાં અટકાયત કરવામાં આવી હતી અને તાત્કાલિક અમેરિકાથી ઇન્ડિયા મોકલી દેવામાં આવ્યાં હતાં. 

international news united states of america