ઑસ્ટ્રેલિયામાં ૩ કૉલેજ બંધ થતાં ૫૦૦ ભારતીય સ્ટુડન્ટ્સ રઝળી પડ્યા

04 October, 2012 05:45 AM IST  | 

ઑસ્ટ્રેલિયામાં ૩ કૉલેજ બંધ થતાં ૫૦૦ ભારતીય સ્ટુડન્ટ્સ રઝળી પડ્યા

આ ત્રણ કૉલેજમાં કુલ ૫૦૦ જેટલા ભારતીય સ્ટુડન્ટ્સ સ્ટડી કરી રહ્યા છે. જોકે ભારત ખાતેના ઑસ્ટ્રેલિયન હાઇ કમિશનર પીટર વર્ગીસે ભારતીય સ્ટુડન્ટ્સની કરીઅરને નુકસાન પહોંચશે નહીં એવી ખાતરી આપી હતી. ઑસ્ટ્રેલિયાની એજ્યુકેશન સેક્ટરનું નિયમન કરતી સંસ્થા ઑસ્ટ્રેલિયન સ્કિલ્સ ક્વૉલિટી ઑથોરિટીએ વોકેશનલ એજ્યુકેશન તથા ટ્રેઇનિંગ કૉલેજનાં ધારાધોરણોનું પાલન ન કરવા બદલ વિક્ટોરિયા સ્ટેટમાં બે તથા ન્યુ સાઉથ વેલ્સમાં એક કૉલેજને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ કૉલેજો જોકે આદેશ સામે રિવ્યુ પિટિશન કરી શકે છે.