તમને કોરોના થયો હોય તો જ આ આઈલૅન્ડમાં જઈ શકશો

03 September, 2020 10:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તમને કોરોના થયો હોય તો જ આ આઈલૅન્ડમાં જઈ શકશો

ફર્નાન્ડો ડી નોરોન્હા આઈલૅન્ડ

કોરોના મહામારીએ આખા વિશ્વનું ચિત્ર બદલી દીધું છે. ઘરની બહાર નીકળતા જ દરેકને કોવિડ-19નો ભય સતાવે છે. કોરોના ન થાય તે માટે લોકો સાવચેતી રાખે છે પરંતુ એક આઈલૅન્ડ એવુ છે જેમાં પર્યટકો માટે અજબ શરત છે. શરત એ કે જે લોકો કોવિડ-19થી રિકવર થયા હોય તે જ લોકો આ આઈલૅન્ડમાં આવી શકે છે. આમ જેને કોરોના ન થયો હોય તે પણ આ આઈલૅન્ડમાં જઈ શકે નહીં, ફક્ત કોરોનાથી રિકવર થયેલી વ્યક્તિને જ આઈલૅન્ડમાં એન્ટ્રી છે.

ફર્નાન્ડો ડી નોરોન્હા આઈલૅન્ડ બ્રાઝીલમાં છે. છેલ્લા પાંચ મહિનાથી આ આઈલૅન્ડ લોકો માટે બંધ હતું, જોકે હવે મર્યાદિત સંખ્યામાં આ આઈલૅન્ડમાં લોકોને પ્રવેશવા દેવાય છે. અધિકારીઓએ કહ્યું કે, શરતોનું પાલન કરનાર વ્યક્તિ એક સપ્ટેમ્બરથી આ આઈલૅન્ડમાં આવી શકે છે.

શરતો બાબતે વિગતવાર માહિતી આપતા કહ્યું કે, પ્રવાસીઓએ પોતાનો પૉઝિટિવ રિપોર્ટ લાવવાનો રહેશે, જે ઓછામાં ઓછો 20 દિવસ જુનો હોવો જોઈએ. તેમ જ આઈલૅન્ડમાં પર્યાવરણ સંબંધિત ટેક્સ પણ ચૂકવવાનો રહેશે. આ આઈલૅન્ડ નેશનલ મરીન રિઝર્વ તરીકે ઓળખાય છે. આઈલૅન્ડનો સમાવેશ વર્લ્ડ હૅરિટેજ લિસ્ટમાં પણ છે.

coronavirus brazil