દરિયામાં પડી ગયો મહિલાનો ફોન, વ્હેલે આપ્યો પાછો, જુઓ Video

09 May, 2019 05:23 PM IST  |  નૉર્વે

દરિયામાં પડી ગયો મહિલાનો ફોન, વ્હેલે આપ્યો પાછો, જુઓ Video

દરિયામાં પડી ગયો મહિલાનો ફોન, વ્હેલે આપ્યો પાછો

આ દિવસે એક સફેદ વ્હેલ ખૂબ જ ચર્ચામાં છે. આ સફેદ વ્હેલના કારનામાંથી તમામ લોકો હેરાન છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ વ્હેલ પાણીમાંથી નીકળીને, એક ફોનને પકડીને બહાર લાવતી બતાવવામાં આવી રહી છે. નૉર્વેમાં હેમરફેસ્ટ હાર્બર પર એક મહિલાનો ફોન પાણીમાં પડી ગયો, જેને આ સફેદ વ્હેલે પાછો આપ્યો. આ વીડિયો સામે આવતા દુનિયાભરના લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ડેઈલીમેઈલના રીપોર્ટ પ્રમાણે, ઈસા ઓપડહલ, જે પોતાના મિત્રો સાથે એક હોડીમાં સવાર હતી, ભૂલથી તેનો ફોન પાણીમાં પડી ગયો. જે બાદ વ્હેલને તેનો ફોન પકડીને ઉપર આવતી જોવા મળી.

જો કે આ વીડિયો જોઈને કેટલાક લોકો પરેશાન છે, તો તેમાં વ્હેલની સમજદારીની પણ અનેક લોકોને પ્રભાવિત કરી રહી છે. જો કે, ઓપડહલે પોતાનો ફોનને પાછી લાવવામાં વધુ મહેનત ન કરવી પડી, પણ ખાલી વ્હેલના મોઢામાંથી કાઢવાની.


આ વીડિયો એ સમયે સામે આવ્યો છે, જ્યારે નૉર્વેના વિશેષજ્ઞો આ સફેદ વ્હેલ પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમનું માનવું હતું કે આ સફેદ વ્હેલ રશિયાની જાસૂસી વ્હેલ હોઈ શકે છે. તેમના શરીર પર એક ખાસ પ્રકારનો પટ્ટો છે. વિશેષજ્ઞોનું અનુમાન છે કે આ વ્હેલને નૌસેનાએ તામિલ આપી હોય. નૉર્વેએ એક એવો વીડિયો જાહેર કર્યો છે, જેમાં વ્હેલના શરીરથી એક પટ્ટો કાઢવામાં આવી રહ્યો છે. આ સફેદ પટ્ટો ખૂબ જ મજબૂતીથી લગાવવામાં આવ્યો હતો. જો કે, ગોપ્રો કેમેરાનું હોલ્ડર હતુ. તેમાં કેમેરો નહોતો.

આ પણ વાંચોઃ ચીનમાં ખુલ્લું મુકાયું બ્રેકઅપ બજાર

world news