ટ્રમ્પ વિરુદ્ધના ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવ પર થયું મતદાન

14 January, 2021 04:03 PM IST  |  New Delhi | Agencies

ટ્રમ્પ વિરુદ્ધના ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવ પર થયું મતદાન

રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ પર ઇમ્પિચમેન્ટની કાર્યવાહી પહેલો વોશિંગ્ટન ડીસીમાં આવેલા કેપિટલ વિઝીટીંગ સેન્ટરમાં આરામ ફરમાવતા નેશનલ ગાર્ડના જવાનો તસવીર : એએફપી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રમ્પ સામે દેશદ્રોહ માટે ભડકાવવાના આરોપસર ઇમ્પિચમેન્ટના પ્રસ્તાવમાં ગઈ કાલે અમેરિકાના સંસદની નીચલા ગૃહમાં મતદાન થયું હતું જેમાં કુલ ૨૨૦ મત મળ્યા હતા. આ પ્રસ્તાવ ચલાવવા માટે ૨૧૮ મત જરૂરી હતા. ડેમોક્રેટ્સના ૨૧૫ સભ્યો ઉપરાંત રિપબ્લિકના પાંચ સભ્યોએ પણ તરફેણમાં મત આપ્યા હતા. હવે આ પ્રસ્તાવને સેનેટમાં મોકલવામાં આવ્યો છે. સેનેટના સભ્યો જ્યુરીની જેમ કામ કરશે.
પ્રમુખપદની ચૂંટણીમાં પોતે પરાજિત થઈ રહ્યા છે એવો ખ્યાલ આવતાં ટ્રમ્પે એક ભાષણ દ્વારા પોતાના સમર્થકોને ઉશ્કેર્યા હતા કે ચાલો, આપણે સંસદ પર ચડાઈ લઈ જઈએ. તેમના હજારો સમર્થકોએ કેપિટલ હિલ પર ચડાઈ કરી હતી અને હિંસા આચરીને ભાંગફોડ કરી હતી. ત્યારબાદ કેટલાક સાંસદોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે અમેરિકી બંધારણના ૨૫મા સુધારા અન્વયે ટ્રમ્પને હટાવી દઈએ. ટ્રમ્પની મુદત પૂરી થવા આડે માત્ર સાત દિવસ બાકી રહ્યા હતા.
ઉપપ્રમુખ માઇક પેન્સ ટ્રમ્પને હટાવવાના વિચાર સાથે સંમત નથી. ટ્રમ્પની મુદત વીસ જાન્યુઆરીએ પૂરી થાય છે જ્યારે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન પ્રમુખ તરીકે સોગન લેશે. માઇક પેન્સે સ્પીકર નેન્સી પેલોસીને જણાવ્યું હતું કે હું ટ્રમ્પને હટાવવા બંધારણના ૨૫મા સુધારાનો આશ્રય લેવાનો નથી. તેમણે કહ્યું કે અત્યારે જો બાઇડનને સત્તા સોંપવાનો સમય છે. એવા સમયે ટ્રમ્પને હટાવીને આપણે સત્તાંતરની પ્રક્રિયાને વિલંબમાં નાખી શકીએ નહીં.

international news donald trump