અમેરિકા કોરોનાની વેક્સિન માટે ૧.૬ અબજ ડૉલરનું ફન્ડ આપશે

09 July, 2020 09:42 AM IST  |  Mumbai Desk | Agencies

અમેરિકા કોરોનાની વેક્સિન માટે ૧.૬ અબજ ડૉલરનું ફન્ડ આપશે

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહેલી દુનિયા માટે સારા સમાચાર છે. અમેરિકાએ કોરોના વાઇરસની વેક્સિન માટે ૧.૬ અબજ ડૉલરનું ફન્ડ આપવાની જાહેરાત કરી છે. આ પૈસા નોવાવૈક્સ કંપનીને આપવામાં આવશે. અમેરિકાએ પોતાના રૈપ સ્પીડ અભિયાન અંતર્ગત અત્યાર સુધી સૌથી વધારે પૈસા કોઈ કંપનીને વેક્સિન માટે આપવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરિકા રેગેનેરોન કંપનીને પણ ૪૫ કરોડ ડૉલરની સહાયતા આપી રહ્યુંુ છે.
આ કંપની કોરોના વાઇરસ સંક્રમણથી બચવા માટે નવી રીતો શોધવા પર કામ કરી રહી છે. કરારની શરતો પ્રમાણે નોવાવૈક્સ કંપની આ વર્ષનાં અંત સુધી અમેરિકાનાં સ્વાસ્થ્ય અને રક્ષા વિભાગને કોરોના વાઇરસની વેક્સિનના ૧૦ કરોડ ડોઝ આપશે. કંપનીના સીઈઓ સ્ટેનલી ઇરૈકે કહ્યું કે ‘અમે ઑપરેશન રૈપ સ્પીડનો ભાગ બનીને ઘણું ગર્વ અનુભવીએ છીએ. અમે જલદીથી જલદી દેશની જનતાની રક્ષા માટે વેક્સિન ઉપલબ્ધ કરાવીશું.’
નોવાવૈક્સ કંપનીની વેક્સિનની બે ટ્રાયલ થઈ ચૂકી છે અને અંતિમ ટ્રાયલ જલદી થવાનો છે. કંપનીએ કીડાઓની કોશિકાઓનો ઉપયોગ કરીને કૃત્રિમ રીતે કોરોના વાઇરસના ભાગ ‘સ્પાઇક પ્રોટિન’ને તૈયાર કર્યું છે. આ પ્રોટિનની મદદથી કોરોના વાઇરસ માણસની રોગપ્રતિકારક ક્ષમતાને ઉત્તેજિત કરવા માટે કોશિકાઓમાં ઘૂસણખોરી કરે છે. કંપનીએ કહ્યું કે તેણે મોસમી ફ્લુને ઠીક કરવા માટે આ પ્રકારનાં કેમિકલનો ઉપયોગ કરીને વેક્સિન તૈયાર કરી છે જે ઘણી કારગર છે.
અમેરિકાએ નોવાવૈક્સને ઑક્સફર્ડ યુનિવર્સિટીથી પણ વધારે પૈસા આપ્યા છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીને ૧.૨ અબજ ડૉલર આપવામાં આવ્યા હતા. ઑપરેશન રૈપ સ્પીડ અંતર્ગત અમેરિકાને આશા છે કે વેક્સિન ૨૦૨૧ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વાઇરસથી અત્યાર સુધી ૫,૪૬,૭૬૫ લોકોનાં મોત થયા છે.

united states of america coronavirus covid19 international news