ફાની વાવાઝોડા સામેની ભારતની તૈયારીને લઇને UN એ કર્યા વખાણ

05 May, 2019 03:05 PM IST  | 

ફાની વાવાઝોડા સામેની ભારતની તૈયારીને લઇને UN એ કર્યા વખાણ

બંગાળની ખાડીથી ઉઠેલા વિનાશકારી વાવાઝોડા ફાનીથી પહોંચી વળવા ભારતની તૈયારીઓને જોતા સંયુક્ત રાષ્ટ્રએ વખાણ કર્યા છે. યૂનએન એજન્સી ફોર ડિજાસ્ટર રિસ્ક રિડક્શનના વાવાઝોડાના ચોક્કસ પૂર્વાનુમાન લગાવવા અને ખરા સમયે ચેતવણી જાહેર કરવા પર ભારતીય હવામાન વિભાગના વખાણ કર્યા છે. એજન્સીએ કહ્યું હતું કે, સમય રહેતા ચેતવણી જાહેર કરાતા લોકોને સુરક્ષિત સ્થાને પહોચાડવામાં ઘણી મદદ મળી હતી જેના કારણે મોટા નુકસાનથી બચી શકાયું હતું.

યૂએન મહાસચિવ એન્ટોનિયો ગુતેરસના પ્રવક્તાએ કહ્યું હતું કે, ભારતમાં હાજર અમારા અધિકારીઓએ તૈયારીની તપાસ કરી હતી. ડિજાસ્ટર રિસ્ત રિડક્શન મામલે યૂએન મહાસચિવના પ્રતિનિધિ મામી મિજુતોરીએ કહ્યું હતું કે, ભારતમાં નુકસાન ઓછામાં ઓછુ થાય તે રીત તૈયારીઓ કરવામાં આવી હતી અને સેંડાઈ ફ્રેમવર્કના ઉદ્દેશને પૂરો કરવા મહત્વનું યોગદાન આપી રહ્યા છે. સેંડાઈ ફ્રેમવર્ક અનુસાર કોઈ પણ કેન્દ્ર સરકાર અને સ્થાનિય પ્રશાસન સાથે મળીને કામગીરી કરવી.

આ પણ વાંચો: આખરે સાચી થઈ શકે નોર્થ કોરિયાને લઈને અમેરિકાની આશંકા

ફાની વાવાઝોડાએ શુક્રવારે ભારતમાં તોફાન મચાવ્યો હતો. શનિવારે પણ આ પશ્ચિમ બંગાળ થઈને બાંગ્લાદેશ પહોચ્યું છે. બાંગ્લાદેશમાં ફાનીના કારણે 14 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સિવાય 63 લોકો ઈજાગ્રસ્ત થયા હતા