કોરોના મહામારીને પગલે ટ્રમ્પ પ્રશાસને વિઝા નીતિમાં ફેરફાર કર્યો

26 July, 2020 01:11 PM IST  |  Mumbai Desk | Agencies

કોરોના મહામારીને પગલે ટ્રમ્પ પ્રશાસને વિઝા નીતિમાં ફેરફાર કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાની સરકાર નવા વિદેશી વિદ્યાર્થીઓને હાલ દેશમાં આવવાની મંજૂરી નહીં આપે, જેઓએ હાલમાં જ કોઈ અમેરિકાની કૉલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે અને જેઓના બધા ક્લાસ ઑનલાઈન થયા છે. આ નવો આદેશ ટ્રમ્પ સરકારના ઇમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ વિભાગે બહાર પાડ્યો છે.
આઇસીઇએ બહાર પાડેલા નિવેદનમાં કહ્યું છે કે જે વિદ્યાર્થીઓઅે ૯ માર્ચ ૨૦૨૦ પછી એડમિશન લીધું છે, તેઓ આગામી આદેશ સુધી અમેરિકામાં નહીં આવી શકે. તે નોન ઇમિગ્રેન્ટ વિદ્યાર્થી છે, જેઓનો સંપૂર્ણ અભ્યાસ ઑનલાઈન છે. આ માટે શૈક્ષણિક સંસ્થાઓએ એક નવું ફોર્મ આઇ-૨૦ બહાર પાડવું પડશે. તેના દ્વારા નોન-ઇમિગ્રેન્ટ વિદ્યાર્થીઓની યોગ્યતાની સ્થિતિ ચેક કરાશે.
સ્ટુડન્ટ અૅન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ મુજબ ૯ માર્ચના રોજ માર્ગદર્શન બહાર પડાયું હતું. આઇસીઇને કહેવામાં આવ્યું છે કે તેઓ બધા વિદેશી વિદ્યાર્થીઓ પાસે તેનું પાલન કરાવે. જેમાં કહેવાયું છે કે શૈક્ષણિક સંસ્થાઓ ડિસ્ટન્સ લર્નિંગને પ્રોત્સાહન આપે. બીજા શબ્દોમાં કહીએ તો હાલ આ આદેશ ઑનલાઈન ક્લાસિસને પ્રોત્સાહન આપવા માટે બહાર પડાયો છે. તેમાં કહેવાયું છે કે કોરોના વાઇરસની મહામારીના કારણે આ આદેશ બહાર પડાયો છે.

international news donald trump united states of america