તાલિબાનો અમને બગરામ ઍરબેઝ સોંપશે એ દાવો તદ્દન ખોટો : ચીન

08 September, 2021 11:43 AM IST  |  Beejing | Agency

‘ચીન કદાચ તાલિબાનો પાસેથી બગરામ હવાઈ મથક લઈ લેશે અને એ સાથે પાકિસ્તાનનો ઉપયોગ કરીને ભારત વિરુદ્ધ પોતાનો મોરચો વધુ મજબૂત કરશે એટલે અમેરિકાએ સતર્ક રહેવું જોઈએ.’

પ્રતીકાત્મક તસવીર

અફઘાન હવાઈ દળના બગરામસ્થિત મથકનો કબજો અમેરિકા પાસેથી પાછો મળતાં એ ઍરબેઝ ચીનને સોંપવાની વિચારણા ચાલતી હોવાનો તાલિબાનનો દાવો સાવ ખોટો હોવાનું ગઈ કાલે ચીને જણાવ્યું હતું. તાલિબાન બગરામ ઍરબેઝ ચીનને અને કંદહાર વિમાન મથક પાકિસ્તાનને સોંપવા ઇચ્છતું હોવાના અહેવાલોને ચીનના વિદેશ પ્રધાન વાન્ગ વેનબિને રદિયો આપ્યો હતો. બે દાયકાના કબજા પછી ગયા જુલાઈ મહિનામાં અમેરિકાએ બગરામ ઍરબેઝનો કબજો છોડ્યો હતો.
અમેરિકાનાં ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ થોડા દિવસ પહેલાં જ એક પ્રવચનમાં કહ્યું હતું કે ‘ચીન કદાચ તાલિબાનો પાસેથી બગરામ હવાઈ મથક લઈ લેશે અને એ સાથે પાકિસ્તાનનો ઉપયોગ કરીને ભારત વિરુદ્ધ પોતાનો મોરચો વધુ મજબૂત કરશે એટલે અમેરિકાએ સતર્ક રહેવું જોઈએ.’

international news china taliban