તાલિબાન સરકારે પૈસા બચાવવા ૯/૧૧ની વરસીએ શપથવિધિ મુલતવી રાખી?

12 September, 2021 01:40 PM IST  |  Kabul | Agency

સરકારની રચના પહેલાંથી અન્ય દેશોનાં દબાણો પણ શરૂ થયાં છે. આ પ્રકારનાં કારણોથી શપથવિધિ મોકૂફ રખાઈ હોવાની અટકળો વ્યક્ત કરવામાં આવે છે.

તાલિબાન સરકારે પૈસા બચાવવા ૯/૧૧ની વરસીએ શપથવિધિ મુલતવી રાખી?

કહેવાય છે કે તાલિબાને અમેરિકાના ટ્વિન ટાવર પર હુમલા ૯/૧૧ની વરસીના દિવસે (ગઈ કાલે) અફઘાનિસ્તાનની નવી સરકારની શપથવિધિનો કાર્યક્રમ નક્કી કર્યો હતો પરંતુ પૈસા બચાવવા એ પ્રોગ્રામ એ દિવસે મુલતવી રખાયો હોવાનું મનાય છે. શપથવિધિ મુલતવી રાખવાનાં કારણોમાં અન્ય દેશોના દબાણને પણ કારણભૂત ગણવામાં આવે છે. વર્ષ ૨૦૦૧ની ૧૧ સપ્ટેમ્બરે અમેરિકાના ટ્વિન ટાવર પર વિમાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એ ઘટનાની ગઈ કાલે વીસમી વરસી હતી. એ ઉપરાંત નવી સરકારને આર્થિક સંકડામણ ઘણી છે. સરકારની રચના પહેલાંથી અન્ય દેશોનાં દબાણો પણ શરૂ થયાં છે. આ પ્રકારનાં કારણોથી શપથવિધિ મોકૂફ રખાઈ હોવાની અટકળો વ્યક્ત કરવામાં આવે છે.

international news kabul afghanistan