અમેરિકામાં ભયાનક ગોળીબારના એક દિવસ બાદ સ્ટુડન્ટ ગન સાથે ઝડપાયો

27 May, 2022 10:57 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

પોલીસને આ સ્ટુડન્ટ મળ્યો ત્યારે તેની પાસે કોઈ હથિયારો નહોતાં, પરંતુ થોડા સમય પછી આ સ્ટુડન્ટની કારમાંથી બે ગન મળી આવી હતી, જે નજીકમાં પાર્ક કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના ટેક્સસ રાજ્યની એક પ્રાથમિક સ્કૂલમાં સામૂહિક ગોળીબારની ઘટનામાં ૧૯ બાળકોની હત્યાના એક દિવસ બાદ બુધવારે ટેક્સસની એક હાઈ સ્કૂલ ખાતેથી એક સ્ટુડન્ટની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને તેના વેહિકલમાંથી એકે-૪૭ સ્ટાઇલની હૅન્ડગન અને અન્ય એક હથિયાર મળ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે ‘સવારે ૧૧ વાગ્યાની આસપાસ ટેક્સસના રિચર્ડસન સિટીમાં એક વર્કરે કૉલ કરતાં ડરામણી ઘટના વિશે જાણ થઈ હતી. તેણે જણાવ્યું હતું કે એક સ્ટુડન્ટ રાઇફલ જેવા હથિયારને લઈને બર્કનેર હાઈ સ્કૂલ તરફ જઈ રહ્યો છે. એની થોડી મિનિટોમાં જ પોલીસ અધિકારીઓ આ સ્કૂલમાં આવી પહોંચ્યા હતા અને એ બિલ્ડિંગની અંદરથી એ સ્ટુડન્ટને શોધ્યો હતો. પોલીસને આ સ્ટુડન્ટ મળ્યો ત્યારે તેની પાસે કોઈ હથિયારો નહોતાં, પરંતુ થોડા સમય પછી આ સ્ટુડન્ટની કારમાંથી બે ગન મળી આવી હતી, જે નજીકમાં પાર્ક કરવામાં આવી હતી.

united states of america international news