અમેરિકામાં છોકરો અને છોકરી સેક્સ-ચેન્જ કરાવીને પ્રેમમાં પડ્યાં

11 November, 2012 05:23 AM IST  | 

અમેરિકામાં છોકરો અને છોકરી સેક્સ-ચેન્જ કરાવીને પ્રેમમાં પડ્યાં



એરીન છોકરી હતો ત્યારે તેનું નામ એમરલ્ડ હતું અને તે અનેક બ્યુટી-કૉન્ટેસ્ટ જીતી હતી. જોકે બાદમાં તેને લાગ્યું કે તે છોકરી નહીં પણ છોકરો બનવા માટે સર્જાયેલી છે. આ તરફ કેટીનો કેસ પણ કંઈક આવો જ છે. તે જન્મે છોકરો હતી, પણ નાનપણથી જ તેને એવું લાગતું હતું કે તે છોકરી બનવા સર્જાયો છે. તેની હકીકત એક અજાણી વ્યક્તિને સ્પર્શી ગઈ એ પછી તેણે પોતાની ઓળખ છુપાવીને કેટીને સેક્સ-ચેન્જનું ઑપરેશન કરાવવા માટે ૪૦ હજાર ડૉલરની મદદ કરી હતી.

કેટીએ તેના ૧૮મા બર્થ-ડે બાદ સર્જરી કરાવી હતી. કેટીનું કહેવું છે કે ‘હું ત્રણ વર્ષની હતી ત્યારથી જ છોકરી બનવા માગતી હતી. જોકે અનેક વર્ષો સુધી મેં મારી ફીલિંગ્સ સીક્રેટ રાખી હતી.’

એરીનના કેસમાં પણ આવું જ હતું. જન્મે છોકરી હોવા છતાં તેને છોકરાઓ જેવાં સાહસી કામો કરવાની ઇચ્છા થતી હતી. ૧૧ વર્ષની ઉંમર બાદ તેણે પોતાની મમ્મીને આ વિશે વાત કરી હતી. શરૂઆતમાં વિરોધ કર્યા બાદ મમ્મીએ તેની વાત માની લીધી હતી. કેટીના પિતા અમેરિકન આર્મીમાં ઉચ્ચ અધિકારી છે. તેમણે શરૂઆતમાં દીકરાની વાત સ્વીકારી નહોતી. કેટી અને એરીન એક સર્પોટ ગ્રુપના કાર્યક્રમમાં પહેલી વાર મળીને પ્રેમમાં પડ્યાં હતાં. હમણાં જ કેટીએ હૉર્મોનનો ર્કોસ પૂરો કર્યો છે એટલે હવે બ્રેસ્ટ સહિત શરીરનાં અંગો છોકરીઓની જેમ જ વિકસશે.