પાકિસ્તાનમાં બત્તી ગૂલ: ઈસ્લામાબાદ લાહોર અને કરાચીમાં લાઈટના ધાંધિયા, સંકટ વચ્ચે લોકોની હાલત કફોડી

23 January, 2023 10:55 AM IST  |  Islamabad | Gujarati Mid-day Online Correspondent

પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ થઈ ગઈ છે, જેના કારણે પાકિસ્તાનના મોટા શહેરોમાં ઈસ્લામાબાદ, લાહોર અને કરાચીમાં પાવર ફેલ થઈ ગયો છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

પાકિસ્તાન (Pakistan)એક પછી એક સંકટનો સામનો કરી રહ્યું છે. પડોશી દેશ ગંભીર આર્થિક કટોકટી અને મોંઘવારીમાંથી બહાર નીકળી શક્યો નથી કે હવે તેના પર એક નવી મુશ્કેલી આવી છે.  પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ થઈ ગઈ છે, જેના કારણે પાકિસ્તાનના મોટા શહેરોમાં ઈસ્લામાબાદ, લાહોર અને કરાચીમાં પાવર ફેલ થઈ ગયો છે.

પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે કહ્યું છે કે સોમવારે સવારે લગભગ 7.30 વાગ્યે પાકિસ્તાનની નેશનલ ગ્રીડની સિસ્ટમ ફ્રીક્વન્સી ફેલ થઈ ગઈ હતી. જેના કારણે દેશભરમાં વીજતંત્ર પ્રભાવિત થતા વીજ ખોરવાઈ જવા પામી છે. સમારકામની કામગીરી ચાલી રહી છે. પાકિસ્તાનની મીડિયા સંસ્થાઓએ પણ કહ્યું છે કે કરાચી, લાહોરના ઘણા વિસ્તારોમાં વીજળી નથી.

K-ઇલેક્ટ્રિકના પ્રવક્તા ઇમરાન રાણાએ તેમના ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું હતું કે શહેરના કેટલાક વિસ્તારોમાં પાવર આઉટ થયાના અનેક અહેવાલો આવ્યા છે. અમે આ બાબતની તપાસ કરી રહ્યા છીએ અને તમને અપડેટ રાખીશું.

world news pakistan lahore karachi