માસ્ક ન પહેરનાર બે વર્ષના ટાબરિયાં અને મમ્મીને વિમાનમાંથી ઉતારી મુકાયા

23 September, 2020 02:23 PM IST  |  Portsmouth | Agency

માસ્ક ન પહેરનાર બે વર્ષના ટાબરિયાં અને મમ્મીને વિમાનમાંથી ઉતારી મુકાયા

પ્રતીકાત્મક તસવીર

ન્યુ હેમ્પશરની મહિલાના બે વર્ષના પુત્રએ માસ્ક ન પહેરતાં અમેરિકન ઍરલાઇન્સની ફ્લાઇટે તે મહિલાને સવારી કરવા દીધી નહોતી, જેને પગલે કરુણા અને અન્ય લોકોને સલામત રાખવા માટે નક્કી કરાયેલા નિયમો વચ્ચે કેવી રીતે સંતુલન જાળવવું એ બાબતની ચર્ચાએ વેગ પકડ્યો હતો.

પોર્ટ્સમાઉથની રહીશ રેચલ સ્ટાર ડેવિસે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે તે શેર્લોટ, નૉર્થ કૅરોલિનાના પ્લેનમાં સવાર થઈ ત્યારે ફ્લાઇટ અટેન્ડન્ટે તેને જણાવ્યું હતું કે ઍરલાઇન્સની પૉલિસી છે કે બે વર્ષ કરતાં વધુ વયના તમામ પ્રવાસીઓએ નાક અને મોં ઢંકાય એ રીતે માસ્ક પહેરવાં.

ડેવિસ તેની માતા અને તેના પુત્ર સાથે પ્રવાસ કરી રહી હતી. તેણે તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે તે રડી રહ્યો હતો અને ચીસો પાડી રહ્યો હતો તેમ છતાં હું તેને પકડીને માસ્ક પહેરાવવાનો પ્રયત્ન કરતી હતી, પણ આખરે ફ્લાઇટના ક્રૂએ તમામ પૅસેન્જરોને પ્લેનમાંથી બહાર નીકળી જવા જણાવ્યું હતું. ડેવિસ પણ ઊતરી ગઈ હતી. ત્યાર પછી અન્ય પૅસેન્જરો પ્લેનમાં સવાર થઈ ગયા હતા અને પ્લેન ઊપડી ગયું હતું.

international news coronavirus covid19