ચીન, ભારત અને રશિયાનો કચરો દરિયામાં વહીને લૉસ ઍન્જલસમાં આવે છેઃ ટ્રમ્પ

14 November, 2019 10:55 AM IST  |  Mumbai

ચીન, ભારત અને રશિયાનો કચરો દરિયામાં વહીને લૉસ ઍન્જલસમાં આવે છેઃ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચીન, ભારત અને રશિયા ઔદ્યોગિક કચરો અને વાયુ પ્રદૂષણના નિવારણ કે ઘટાડાની દિશામાં કોઈ પગલાં લેતાં નહીં હોવાનો દાવો કર્યો હતો. ગઈ કાલે ઇકૉનૉમિક ક્લબ ઑફ ન્યુ યૉર્કને સંબોધતાં ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘ચીન, ભારત અને રશિયાનો કચરો વહીને લૉસ ઍન્જલસમાં પહોંચે છે અને અમારી મુશ્કેલીઓ વધારે છે. લૉસ ઍન્જલસમાં પહેલેથી ઘણી સમસ્યાઓ છે અને વિદેશી કચરો એ સમસ્યાઓમાં ઉમેરો કરે છે.’
ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘પૅરિસ ક્લાઇમેટ અકૉર્ડની ખતરનાક જોગવાઈઓને કારણે અમેરિકાએ એ કરારમાંથી છૂટા થવાનો નિર્ણય લીધો હતો. એ એકતરફી કરારની જોગવાઈઓને કારણે અમેરિકામાં રોજગારના અવસરો ઘટ્યા અને વિદેશી પ્રદૂષણકારોને રક્ષણ મળ્યું છે.’

donald trump