ચીનમાં મન્કી-બી વાઇરસથી પહેલું મૃત્યુ

19 July, 2021 12:31 PM IST  |  Beejing | Agency

માર્ચમાં તેણે એક સંશોધનના ભાગરૂપે બે મૃત વાંદરાના શરીરના અવયવોને કાપ્યા એને પગલે તેને આ વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું મનાય છે. જોકે, તેના પરિવારજનો સલામત હોવાનું જણાવાયું હતું.

ચીનમાં મન્કી-બી વાઇરસથી પહેલું મૃત્યુ

કોરોના વાઇરસથી સમગ્ર જગતને હચમચાવી મૂકનાર ચીનમાં હવે મન્કી-બી વાઇરસ (બી.વી.) નામનો નવો વિષાણુ ફેલાયો છે અને એમાં પ્રથમ વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનો અહેવાલ ગઈ કાલે મળ્યો હતો.
બી.વી. તરીકે જાણીતા આ વાઇરસનો ભોગ બનનારી પ્રથમ વ્યક્તિ ૫૩ વર્ષનો પુરુષ છે, જે જાનવરોની હૉસ્પિટલમાં કામ કરતો હતો. માર્ચમાં તેણે એક સંશોધનના ભાગરૂપે બે મૃત વાંદરાના શરીરના અવયવોને કાપ્યા એને પગલે તેને આ વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું મનાય છે. જોકે, તેના પરિવારજનો સલામત હોવાનું જણાવાયું હતું.
આ ભોગ બનેલા પુરુષે કેટલીક હૉસ્પિટલોમાં સારવાર લીધી હતી અને છેવટે ૨૭ મેએ તેનું મૃત્યુ થયું હતું.
ચીનમાં આ બનાવ પહેલાં બી.વી.ને લગતો કોઈ પણ મૃત્યુનો કિસ્સો નહોતો બન્યો. એ જોતાં ૨૭ મેએ મૃત પામેલી વ્યક્તિ બી.વી. વાઇરસનો શિકાર બનેલી પ્રથમ વ્યક્તિ મનાય છે.
બી.વી. નામનો આ વાઇરસ સૌથી પહેલાં ૧૯૩૨માં શોધાયો હતો અને ૭૦થી ૮૦ ટકા લોકો એનો ચેપ લાગ્યા બાદ મૃત્યુ પામી શકે એવું સંશોધકોનું માનવું છે.

china international news