તૈયાર થઈ કોરોના વાઇરસની વેક્સિન:US ટૂંક સમયમાં સારવારની આપશે અનુમતી

27 March, 2020 11:13 AM IST  |  New York | Agencies

તૈયાર થઈ કોરોના વાઇરસની વેક્સિન:US ટૂંક સમયમાં સારવારની આપશે અનુમતી

પ્રતીકાત્મક તસવીર

દુનિયાભરમાં કોરોના વાઇરસના કારણે લોકોમાં ભય છે. જોકે હાલમાં રાહતના સમાચાર એ મળ્યા છે કે અમેરિકામાં કોરોના વાઇરસની વેક્સિન તૈયાર થઈ ચૂકી છે. વૈજ્ઞાનિકોની ટીમે કોરોના વાઇરસને નાથવા માટે આ રસી બનાવી છે. આ વેક્સિનનું ચાર દેશમાં ટ્રાયલ કરવામાં આવ્યું જેનું પરિણામ શાનદાર રહ્યું હતું. હવે અમેરિકી સરકાર ટૂંક સમયમાં એના ઉપયોગની મંજૂરી આપી શકે છે.

સેન્ટર ફૉર ડિસિસ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેશન અનુસાર અમેરિકી વૈજ્ઞાનિકોએ ક્લોરોક્વીન અને હાઇડ્રોક્સિક્લોરીક્વીનના સંયોજનથી નવી રસી તૈયાર કરી છે. અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનએ આ રસીની ટ્રાયલ કરવાની મંજૂરી આપી હતી. આ ટ્રાયલ ચીન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ અને અમેરિકામાં સફળ રહી છે. જે દરદીઓને આ રસી આપવામાં આવી તેમનામાં સકારાત્મક પરિણામ જોવા મળ્યાં છે.

અમેરિકાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાઇરસને દૂર કરવા આ રસીથી મદદ મળશે. જોકે એફડીએ કોઈ પણ રસીને મંજૂરી આપે એ પ્રક્રિયામાં લાંબો સમય લાગે છે, પરંતુ હાલમાં જ્યારે કોરોના વૈશ્વિક પડકાર બની ચૂક્યો છે ત્યારે થોડા જ દિવસોમાં એને મંજૂરી મળે એવું અનુમાન છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સાર્સને નાથવામાં પણ આ રસીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ વખતે એમાં કોરોના વાઇરસના જેનેટિકલ કોડ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસ સાર્સ રોગનું જ વધારે ખરાબ સ્વરૂપ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે જો આ રસીને એફડીએ મંજૂરી આપશે તો ભારત પણ એને તરત મગાવી એનો ઉપયોગ શરૂ કરી દેશે. જોકે ભારતમાં પણ એની મંજૂરીની પ્રોસેસમાં સમય લાગશે, પરંતુ આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા પ્રયત્ન કરવામાં આવશે.

united states of america coronavirus covid19 international news