મશરૂમ વિશે પુસ્તક લખનારે પુસ્તક પર મશરૂમ ઉગાડ્યા અને રાંધીને ખાધા

06 July, 2020 09:07 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

મશરૂમ વિશે પુસ્તક લખનારે પુસ્તક પર મશરૂમ ઉગાડ્યા અને રાંધીને ખાધા

પુસ્તક પર ઉગાડ્યા મશરૂમ

અમેરિકાની કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ટ્રૉપિકલ ઇકોલૉજી વિષય પર પીએચડીની ડિગ્રી મેળવનારાં જીવશાસ્ત્રી મર્લિન શેલ્ડ્રેક પ્લાન્ટ સાયન્સ, માઇક્રો બાયોલૉજી, ઇકોલૉજી અને હિસ્ટરી ઑફ સાયન્સ જેવા વિષયોનાં અભ્યાસુ નિષ્ણાત છે. કેટલાંક વર્ષોથી તેમણે આપોઆપ ઊગી નીકળતા બિલાડીના ટોપ, લીલ અને ફૂગ જેવા પદાર્થો વિશે સંશોધન કરીને વિશ્વમાં ખ્યાતિ મેળવી છે. મશરૂમ્સ એટલેકે બિલાડીના ટોપ વિશેનું તેમનું પુસ્તક ફંગલ બાયોલૉજીના ક્ષેત્રે ઘણી પ્રતિષ્ઠા પામ્યું છે. તેઓ અચ્છાં પિયાનોવાદક પણ છે.
એ પુસ્તકના માર્કેટિંગ માટે શેલ્ડ્રેકે નવી તરકીબ અજમાવી હતી. તેમણે તેમના પુસ્તક પર પ્લુરૉટ્સ મશરૂમ્સ ઉગાડ્યા એ મશરૂમ્સ પુસ્તકને ખાઈને વિકસ્યા. ત્યાર પછી એ મશરૂમ્સ મર્લિને રાંધીને ખાધા. એ ઘટના સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચાસ્પદ બની અને મર્લિનનો પ્રચારનો હેતુ સિદ્ધ થયો. પ્લુરૉટ્સ મશરૂમ્સ કોઈ પણ વસ્તુનો આહાર કરીને ઊગે છે. જમીનની કોઈપણ સપાટી, વનસ્પતિ કે શાકભાજી સિગારેટનાં ઠૂંઠાં અને ક્રૂડ ઑઇલના રેલાની ઉપર પણ સહજતાથી ઊગી જતા બિલાડીના ટોપનો પ્રકાર પ્લુરૉટ્સ મશરૂમ્સ છે.

national news international news