ઉ.કોરિયાનું અણુ પરીક્ષણ હિરોશિમા કરતા પણ ૧૭ ગણુ વધુ શક્તિશાળી

16 November, 2019 09:46 AM IST  |  Mumbai

ઉ.કોરિયાનું અણુ પરીક્ષણ હિરોશિમા કરતા પણ ૧૭ ગણુ વધુ શક્તિશાળી

પ્રતિકાત્મક તસવીર

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ વર્ષ ૨૦૧૭માં ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ પર એક અભ્યાસ કર્યો છે. વૈજ્ઞાનિકોએ આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલ પરમાણુ પરીક્ષણ ૧૯૪૫માં જાપાનના શહેર હિરોશિમા પર ફેંકવામાં આવેલા બોમ્બ કરતાં ૧૭ ગણો વધારે શક્તિશાળી હતો.
આ અભ્યાસનું નેતૃત્વ અમદાવાદમાં ઈસરોના સ્પેશ એપ્લિકેશન્સ સેન્ટના વૈજ્ઞાનિક કેએમ શ્રીજીતે કહ્યું હતું. તેમના મતે ઉત્તર કોરિયાએ વર્ષ 2003માં અણુ અપ્રસાર સંધિ (એનપીટી)થી બહાર થઈ ગયું હતું. ત્યારબાદ તેણે અનેક પરમાણુ હથિયારો વિકસાવ્યાં હતાં અને પાંચ જેટલા અંડરગ્રાઉન્ડ પરમાણુ પરીક્ષણ પણ કર્યા હતા. તેને ત્રીજી સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ હાઈડ્રોજન બોમ્બનું પણ પરીક્ષણ કર્યું હતું.
આ વૈજ્ઞાનિકોમાં સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટરના જિયોસાયન્સિસ ડિવિઝનના રિતેશ અગરવાલ અને એએસ રાજાવતનો સમાવેશ થતો હતો. તેમણે પોતાના અભ્યાસમાં ઉપગ્રહ ડેટાનો ઉપયોગ કર્યો હતો. આ અભ્યાસ જિયોફિઝિકલ જર્નલ ઈન્ટરનેશનલમાં પ્રકાશિત થયો છે. તેમાં વૈજ્ઞાનિકોએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે પારંપરીક રીતે પરમાણુ પરિક્ષણની ઓળખ ભૂકંપની તીવ્રતા માપવા માટે લગાવવામાં આવેલ નેટવર્કથી કરવામાં આવે છે. જોકે, કોરિયાના પરિક્ષણ સ્થળની નજીક ભૂકંપીય ડેટા ઉપલબ્ધ નથી. તેને લીધે ત્યાં થતા પરમાણુ વિસ્ફોટો અને તેની ભયજનકતાને લઈ કંઈ પણ સ્પષ્ટ થતું નથી.

north korea kim jong-un